Lok Sabha Election 2024: આગામી સમયમાં તમામ રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીને લઇને મેદાનમાં ઉતરી છે, લોકસભા ચૂંટણી 2024ની વાત કરીએ તો કોંગ્રેસ (Congress) પાર્ટીએ ફરી એકવાર યુપીમાં અજય રાય (Ajay Rai) પર દાવ લગાવ્યો છે. અજય રાય યુપી પ્રદેશ અધ્યક્ષ પદ સંભાળ્યા બાદથી પાર્ટી એક્શન મૉડમાં છે અને કોંગ્રેસની વોટ બેંકને મજબૂત કરવા માટે સખત મહેનત કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે પૂર્વાંચલના અગ્રણી બ્રાહ્મણ ચહેરા લલિતેશ પતિ ત્રિપાઠી માટે કોંગ્રેસના દરવાજા પણ ખોલ્યા હતા. આવામાં સવાલો ઉઠી રહ્યા છે કે શું કોંગ્રેસ વરુણ ગાંધીના (Varun Gandhi) નામ પર વિચાર કરી શકશે કે કેમ ? શું અજય રાય વરુણ ગાંધીને પણ કોંગ્રેસમાં લાવવાનો પ્રયાસ કરશે. આ તમામ સવાલોના જવાબ તેમને દિલ ખોલીને આપ્યા.
 
વાસ્તવમાં પીલીભીતના બીજેપી સાંસદ વરુણ ગાંધી પોતાના બળવાખોરી વલણને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. તેઓ અવારનવાર પાર્ટી લાઈન તોડતા નિવેદનો આપે છે, ભાજપ પર પ્રહાર કરવાની કોઈ તક છોડતા નથી. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ફરીથી બીજેપી વિરુદ્ધ મોટેથી બોલી રહ્યા છે. એક સમયે પાર્ટીના સ્ટાર પ્રચારક રહેલા વરુણ ગાંધી હવે મોટા નેતાઓ સાથે સ્ટેજ પર જોવા મળતા નથી. એવી પણ ચર્ચા છે કે આ વખતે વરુણ ગાંધીની ટિકિટ કપાઈ શકે છે.


વરુણ ગાંધી પર શું બોલ્યા અજય રાય - 
વરુણ ગાંધીને કોંગ્રેસમાં જોડાવાના પ્રશ્ન પર અજય રાયે કહ્યું, "આ મા અને પુત્ર વચ્ચેનો મામલો છે, મને લાગે છે કે વરુણ ગાંધી ભાજપમાં રહીને તેમનું સ્તર નબળું કરી રહ્યા છે. તેઓ સાંસદ રહી ચુક્યા છે અને સાથે મળીને કામ કરી રહ્યા છે, તેઓએ ચોક્કસપણે વિચારવું જોઈએ કે તેમને શું કરવું જોઇએ. બીજીબાજુ તેમને કોંગ્રેસમાં સામેલ કરવાના પ્રશ્ન પર અજય રાયે કહ્યું કે "આ મામલે નિર્ણય પાર્ટીની નેતાગીરી દ્વારા લેવામાં આવશે, પાર્ટી જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું."


રાહુલ ગાંધીએ કહી હતી આ વાત - 
આ પહેલીવાર નથી બન્યું જ્યારે વરુણ ગાંધીના કોંગ્રેસમાં જોડાવાના સમાચારોએ જોર પકડ્યું હોય. અગાઉ 2022માં પણ એવા જ અહેવાલો આવ્યા હતા કે વરુણ ગાંધી પ્રિયંકા ગાંધીના સંપર્કમાં છે અને તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે, જોકે બાદમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ આ તમામ અટકળોનો અંત આવ્યો, જ્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વરુણ ગાંધી આરએસએસની વિચારધારા અપનાવી છે. 'હું તેમને મળી શકું છું, ગળે લગાવી શકું છું પણ તેમની વિચારધારાને અપનાવી શકતો નથી. મારું ગળું કપાય તો પણ હું RSS કાર્યાલયમાં જઈ શકતો નથી. વરુણે પણ આ જ વિચારધારા અપનાવી છે. તેમની અને મારી વિચારધારા અલગ છે.