નવી દિલ્હીઃ કોરોનાના કેર (Covid-19) વચ્ચે ઉત્તર પ્રદેશમાં થયેલી પંચાયત (UP Panchayat Election Result 2021) ચૂંટણી બીજેપી (BJP) માટે સારી ના રહી. અખિલેશ યાદવની (Akhilesh Yadav) પાર્ટીને (SP) આશાથી વધુ મળ્યુ છે. બીજેપી તો પોતાના ગઢમાં જ ઢેર થઇ ગઇ છે. આઠ મહિના બાદ યુપીમાં વિધાનસભા ચૂંટણી છે. આ પહેલા  પંચાયત ચૂંટણીમાં ઝટકો લાગવાથી બીજેપી કેમ્પમાં દિલ્હી સુધી ચિંતા વધી ગઇ છે. જો આને આગામી વર્ષની ચૂંટણી પહેલી સેમિફાઇનલ સમજવામાં આવે તો બીજેપી માટે આ સારુ નથી. જો પરિણામોનુ કનેક્શન કોરોના સાથે જોડાયેલુ સમજીએ તો ખતરાની ઘંટડી છે.  


યુપીમાં પંચાયત ચૂંટણીના પરિણામોનુ મહત્વ સમજવા માટે અયોધ્યાના આંકડાને વાંચો... તે અયોધ્યાને, જેના રામલલાના નામ પર બીજેપી દાયકાઓ સુધી રાજનીતિ કરતી રહી છે. રામ મંદિરનુ નિર્માણ તો શરૂ થઇ ગયુ છે, પરંતુ ચૂંટણીમાં બીજેપીની જબરદસ્ત ઝટકો લાગ્યો છે. જિલ્લા પંચાયતની અહીં 40 બેઠકો છે. રામ નગરી અયોધ્યામાં સમાજવાદી પાર્ટીને 24 બેઠકો મળી છે. ભગવાધારી બીજેપીના ખાતામાં બસ 6 સીટો જ આવી છે. આટલુ ખરાબ પરિણામ આવવાથી બીજેપી અંદરથી હચમચી ઉઠી છે. બીજેપીથી બરાબર છગણી બેઠકો સમાજવાદી પાર્ટીને મળી છે.  


હવે બીજેપી નેતા દલીલ કરી રહ્યાં છે કે, બળવાખોરોના કારણે પાર્ટી ઉમેદવારોની હાર થઇ ગઇ છે. પરંતુ એટલુ જ નક્કી જ છે કે જય શ્રી રામ ના નારા વાળી બીજેપીની અયોધ્યામાં આ હારની લાંબા સમય સુધી ચર્ચા થતી રહેશે. આ ચર્ચાની ટીસ પાર્ટીના આગામી ચૂંટણી સુધી દુઃખાવો આપતી રહેશે. યુપીની યોગી સરકાર તો અયોધ્યાને પોતાના બેસ્ટ કામ માટે આગળ ધરતી રહી છે. અહીંથી જ તેમનો હિન્દુત્વનો એજન્ડો ચાલ્યો છે. દિવાળી પર કામ નગરીમાં લાખો દિવડાં પ્રગટાવવાની પરંપરા યોગી સરકારે જ શરૂ કરી છે. અખિલેશ યાદવની (Akhilesh Yadav) પાર્ટીને (SP) આશાથી વધુ મળ્યુ છે. બીજેપી તો પોતાના ગઢમાં જ ઢેર થઇ ગઇ છે. આઠ મહિના બાદ યુપીમાં વિધાનસભા ચૂંટણી છે. આ પહેલા  પંચાયત ચૂંટણીમાં ઝટકો લાગવાથી બીજેપી કેમ્પમાં દિલ્હી સુધી ચિંતા વધી ગઇ છે.