વારાણસીઃ ઉત્તરપ્રદેશમાં પંચાયતોની ચૂંટણી થઇ, આમાં બીજેપીને (BJP) મોટો ઝટકો લાગ્યો છે, ખાસ કરીને પીએમ નરેન્દ્ર મોદીને (PM Modi) વધુ ઝટકો લાગ્યો હશે. કેમકે વારાણસીમાં (Varanasi Election) ચૂંટણીમાં બીજેપીની બેન્ડ વાગી ગઇ છે. વારાણસી પીએમ નરેન્દ્ર મોદીનો સંસદીય વિસ્તાર છે.


રિપોર્ટ છે કે યુપીની પંચાયતની ચૂંટણીમાં (UP Panchayat Election Result 2021) વારાણસીમાં બીજેપીને બાજુમાં મુકીને અખિલેશ યાદવની (Akhilesh Yadav) સમાજવાદી પાર્ટીએ (SP) ઝંડો ફરકાવી દીધો છે. અહીં આમ આદમી પાર્ટીથી લઇને પ્રકાશ રાજભરની પાર્ટીએ પણ ખાતુ ખોલાવ્યુ છે. અહીં બીજેપીને 8 તો સમાજવાદી પાર્ટીને 14 બેઠકો પર જીત મળી છે. બહુજન સમાજવાદી પાર્ટીને 5 અને બીજેપીની સહયોગી પાર્ટી અપના દલના ખાતામાં 3 બેઠકો આવી છે. બીજેપી ઉત્તરપ્રદેશમાં વારાણસીમાં પણ પોતાનુ માન સન્માન નથી બચાવી શકી. અહીંની હારને સીધા મોદી ફેક્ટર સાથે જોડવામાં આવે છે.


UPમાં પંચાયતની ચૂંટણીમાં અયોધ્યા જિલ્લામાં ભાજપની કારમી હાર, જાણો ક્યા પક્ષે ભાજપને પછાડીને મેળવી બહુમતી?
નવી દિલ્હીઃ કોરોનાના કેર (Covid-19) વચ્ચે ઉત્તર પ્રદેશમાં થયેલી પંચાયત (UP Panchayat Election Result 2021) ચૂંટણી બીજેપી (BJP) માટે સારી ના રહી. અખિલેશ યાદવની (Akhilesh Yadav) પાર્ટીને (SP) આશાથી વધુ મળ્યુ છે. બીજેપી તો પોતાના ગઢમાં જ ઢેર થઇ ગઇ છે. આઠ મહિના બાદ યુપીમાં વિધાનસભા ચૂંટણી છે. આ પહેલા  પંચાયત ચૂંટણીમાં ઝટકો લાગવાથી બીજેપી કેમ્પમાં દિલ્હી સુધી ચિંતા વધી ગઇ છે. જો આને આગામી વર્ષની ચૂંટણી પહેલી સેમિફાઇનલ સમજવામાં આવે તો બીજેપી માટે આ સારુ નથી. જો પરિણામોનુ કનેક્શન કોરોના સાથે જોડાયેલુ સમજીએ તો ખતરાની ઘંટડી છે.  


યુપીમાં પંચાયત ચૂંટણીના પરિણામોનુ મહત્વ સમજવા માટે અયોધ્યાના આંકડાને વાંચો... તે અયોધ્યાને, જેના રામલલાના નામ પર બીજેપી દાયકાઓ સુધી રાજનીતિ કરતી રહી છે. રામ મંદિરનુ નિર્માણ તો શરૂ થઇ ગયુ છે, પરંતુ ચૂંટણીમાં બીજેપીની જબરદસ્ત ઝટકો લાગ્યો છે. જિલ્લા પંચાયતની અહીં 40 બેઠકો છે. રામ નગરી અયોધ્યામાં સમાજવાદી પાર્ટીને 24 બેઠકો મળી છે. ભગવાધારી બીજેપીના ખાતામાં બસ 6 સીટો જ આવી છે. આટલુ ખરાબ પરિણામ આવવાથી બીજેપી અંદરથી હચમચી ઉઠી છે. બીજેપીથી બરાબર છગણી બેઠકો સમાજવાદી પાર્ટીને મળી છે.