કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાઈ ઉર્મિલા માતોંડકર, વિધાન પરિષદમાં મોકલશે પાર્ટી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Dec 2020 02:43 PM (IST)
હકીકતમાં મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનીવાળી ગઠબંધનની સરકાર ઉર્મિલાને વિધાન પરિષદની સભ્ય બનાવવાની તૈયારીમાં હતી.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરે પોતાની નવી રાજનીતિક સફરની શરૂઆત કરી છે. ઉર્માલ માતોંડકર હવે શિવસેનામાં જોડાઈ ગઈ છે. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરામાં ઉર્મિલા માતોંડકર શિવેસનામાં જોડાઈ છે. બીજી બાજુ ઉર્મિલાને શિવસેના વિધાન પરિષદમાં મોકલવાની તૈયારીમાં છે. અભિનેતાથી નેતા બનેલ ઉર્મિલા પહેલા પણ રાજનીતિક ઇનિંગ રમી ચૂકી છે. ઉપરાંત ઉર્મિલા લોકસભા ચૂંટણી પણ લડી રહી છે. ત્યારે હવે એક નવી સફરની શરૂઆત કરતા મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાસ માતોશ્રીમાં ઉર્મિલાએ સીએમ ઠાકરેની હાજરીમાં શિવસેનાની સભ્ય બની. જ્યારે હાલમાં જ ઉર્મિલાએ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી અને હવે શિવસેનામાં જોડાઈ ગઈ છે. હકીકતમાં મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનીવાળી ગઠબંધનની સરકાર ઉર્મિલાને વિધાન પરિષદની સભ્ય બનાવવાની તૈયારીમાં હતી. સરકારે તેનું નામ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મોકલ્યું હતું. મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડીની સરકારે રાજ્યપાલને 12 નામોની લિસ્ટ મોકલી હતી, જેમને રાજ્યપાલના ક્વોટા હેઠળ વિધાનસભા સમિતિમાં મોકલવાના છે. ઉર્મિલા માતોંડકર આમ તો પહેલા જ રાજકીય મેદાનમાં ઉતરી ચુકી છે, આ તેની બીજી ઈનિંગ્સ હશે, તે 2019માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસમાં સામેલ થઈ હતી. તેને ઉત્તરી મુંબઈ સીટ પરથી ચૂંટણી લડાવામાં આવી હતી. જો કે, ઉર્મિલાને ત્યાંથી હારનો સામનો કરવો પડ્યો હતો. તેને ભાજપના ગોપાલ શેટ્ટીએ હરાવ્યા હતા.