બિજનૌરઃ ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીને સતત વધી રહી છે. હવે યુપીના બિઝનૌરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં એક યુવતીએ બ્લેકમેઇલિંગથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. થોડાક દિવસ પહેલા બિઝનૌરમાં યુવતીએ આત્મહત્યા કરી લીધી, અને હવે તેના પરિવારને તેની સુસાઇડ નૉટ મળતાં ખળભળાટ થયો છે. ખાસ વાત છે કે, યુવતીએ આત્મહત્યા કરી લીધા બાદ તેને પરિવારે પોલીસને જાણ કર્યા વિના જ તેની અંતિમ સંસ્કાર કરી દીધા હતા, પરંતુ હવે જ્યારે સુસાઇટ નૉટ મળી છે ત્યારે તેના પરિવારે પોલીસ સ્ટેશનની સામે ધમાલ કરી ને પ્રદર્શન શરૂ કરી દીધુ છે. વાત એમ છે કે યુવતીને પાડોશમાં રહેતા યુવકે તેના અશ્લીલ વીડિયો બનાવીને બ્લેકમેઇલિંગ શરૂ કરી દીધુ હતુ. સુસાઇડ નૉટમાં પાડોશી યુવક પર મૃતક યુવતીએ કેટલાય પ્રકારના ગંભીર આરોપો લગાવ્યા છે. જોકે, હવે પોલીસે આ મામલે કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.
ઘટના એવી છે કે, ઉત્તરપ્રદેશના ઔરંગપુર ભિક્કૂની રહેનારી 20 વર્ષીય યુવતીએ 24 જુલાઇએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પરિવારજનોએ પોલીસમાં જાણ કર્યા વિના જ તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા, પરંતુ બુધવારે જ્યારે પરિવારના લોકો તેમની મૃતક દીકરીનો પલંગ સાફ કરી રહ્યાં હતા, તે દરમિયાન તેના તકિયાની નીચેથી મૃતકના હાથે લખેલી એક સુસાઇડ નૉટ મળી આવી હતી. જેને વાંચીને પરિવારજનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
સુસાઇડ નૉટમાં મૃતક યુવતીએ પાડોશમાં રહેના જીત સિંહ નામના યુવક પર ગંભીર આરોપો લગાવ્યા છે. સુસાઇડ નૉટ અનુસાર, યુવતીએ બતાવ્યુ કે, જીત સિંહે તેના કેટલાય નગ્ન અને અશ્લીલ વીડિયો ઉતારી લીધા છે, અને તેને સોશ્યલ મીડિયા પર વાયરલ પણ કરી દીધા હતા. જીત સિંહ તેની પાસે સતત અશ્લીલ માંગણી કરીને ધમકીઓ આપતો અને બ્લેકમેઇલ કરી રહ્યો હતો. યુવતી જીત સિંહની અશ્લીલ માંગણીઓથી કંટાળી ગઇ અને તેને આત્મહત્યા કરી લીધી હતી. તેને સુસાઇડ નૉટમાં લખ્યું હતુ- પિતાજી હું આત્મહત્યા કરવા જઇ રહી છું, પિતાજી મારા મૃત્યુ બાદ જીત સિંહને સજા જરૂર અપાવજો, મને માફ કરજો હું આ દુનિયાથી દુર જઇ રહી છું.
પરિવારજનોએ કર્યુ જોરદાર પ્રદર્શન-
વળી, સુસાઇડ નૉટ વાંચતા જ સેંકડો લોકોનુ ટોળુ એકઠુ થઇ ગયુ, પરિવારજનો અને આ લોકોએ પોલીસ સ્ટેશનનો જોરદાર ઘેરાવ કરીને પ્રદર્શન કર્યુ હતુ. આ દરમિયાન કેટલીય મહિલાઓ પણ સાથે હતી. પરિવારજનોએ આરોપીની જલ્દી ધરપકડ કરવાની માંગ કરી હતી. પોલીસે ભીડમાં સામેલ કેટલાક લોકોની ધરપકડ કરીને કેસ દાખલ કરી દીધો છે. પોલીસ આરોપી જીત સિંહની વિરુદ્ધ સંગીન કલમોમાં કેસ નોંધીને તેની તપાસ કરી રહી છે.