નવું વર્ષ નજીક આવતાની સાથે જ પાર્ટીઓ અને ઉજવણીનો માહોલ છવાઈ જાય છે. ભારતમાં દરેક રાજ્યમાં દારૂ પીવાના નિયમો અલગ અલગ છે. નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને, ચાલો જાણીએ કયા રાજ્યમાં કેવા નિયમો છે.


ઉત્તર પ્રદેશ (યુપી): યુપીમાં દારૂના શોખીનો માટે ખુશખબર છે. સરકારે બાર અને પબનો સમય એક કલાક વધારી દીધો છે, એટલે હવે બાર મધરાત 12 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. દારૂની દુકાનો રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.


મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં જાહેર સ્થળોએ દારૂ પીવા પર કડક નિયંત્રણો છે. બાર અને પબમાં વ્યક્તિ દીઠ માત્ર 4 પેગ દારૂની જ મંજૂરી છે. જાહેર સ્થળે નશામાં પકડાવવા પર દંડ અથવા જેલ થઈ શકે છે. મહાત્મા ગાંધી જયંતિ અને સ્વતંત્રતા દિવસ જેવા ખાસ દિવસોમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે.


ઉત્તરાખંડ: ઉત્તરાખંડમાં જાહેર સ્થળો અને ધાર્મિક સ્થળો પાસે દારૂ પીવો ગુનો ગણાય છે. આવા વિસ્તારોમાં દારૂ પીતા પકડાવવા પર જેલ થઈ શકે છે. દારૂની દુકાનો સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.


ગોવા: ગોવામાં જાહેર સ્થળો અને પ્રવાસન સ્થળોએ દારૂ પીવા પર પ્રતિબંધ છે. નિયમ તોડવા પર 2000 રૂપિયાનો દંડ થઈ શકે છે.


દિલ્હી: દિલ્હીમાં દારૂ ખરીદવાની લઘુત્તમ ઉંમર 25 વર્ષ છે. બાર અને પબ સામાન્ય રીતે રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. જાહેર સ્થળોએ દારૂ પીવા પર પ્રતિબંધ છે અને નિયમ તોડવા પર દંડ થઈ શકે છે.


રાજસ્થાન: રાજસ્થાનમાં દારૂ પીવા માટે વ્યક્તિની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ. બાર અને પબ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. તહેવારો અને ચૂંટણી દરમિયાન દારૂના વેચાણ પર પ્રતિબંધ હોય છે.


ગુજરાત: ગુજરાતમાં દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. માત્ર ખાસ પરમિટ ધરાવતા લોકો જ તબીબી કારણોસર દારૂ ખરીદી શકે છે. જાહેર સ્થળે દારૂ પીતા પકડાવવા પર ભારે દંડ અને જેલ થઈ શકે છે.


કેરળ: કેરળમાં દારૂના સેવન પર કડક નિયંત્રણો છે. બાર અને પબ માત્ર 5 સ્ટાર હોટલમાં જ જોવા મળે છે. દારૂ ખરીદવાની લઘુત્તમ ઉંમર 23 વર્ષ છે.


બિહાર: બિહારમાં પણ દારૂબંધી છે. દારૂના વેચાણ અને સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ છે. નિયમ તોડવા પર સખત સજા અને ભારે દંડ થઈ શકે છે.


પંજાબ: પંજાબમાં દારૂના વેચાણ અને ઉપયોગ પર અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછી કડકાઈ છે. બાર અને પબ રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લા રહે છે. અમુક ખાસ પ્રસંગો પર દારૂનું વેચાણ બંધ રહે છે.


આ પણ વાંચો....


4 પેગથી વધુ દારૂ નહીં મળે...’ નવા વર્ષની પાર્ટીમાં દારૂ પર મર્યાદા, વાંચો નવી ગાઈડલાઈન