Acharya Pramod Praised CM Yogi: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે વિધાનસભાને સંબોધિત કરીને સમાજવાદી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. સીએમ યોગી આદિત્યનાથે રામચરિતમાનસ પર વિવાદાસ્પદ નિવેદન આપનારા સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદના સભ્ય સ્વામી પ્રસાદ મૌર્યને પણ સણસણતો જવાબ આપ્યો હતો. યોગી આદિત્યનાથના આ નિવેદનની કોંગ્રેસના નેતાએ ભારોભાર પ્રસંશા કરી છે.
રામચરિત માનસને લઈને ટિપ્પણી પર વિવાદ શરૂ થયા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી આ પવિત્ર ગ્રંથને બાળીને દેશ અને દુનિયામાં રહેતા કરોડો હિન્દુઓને અપમાનિત કરવાનું કામ કરી રહી છે. જેને રાજ્યની જનતા બિલકુલ સાંખી નહીં લે.
સીએમ યોગીએ શું કહ્યું?
યોગી આદિત્યનાથે આજે વિધાનસભામાં રામચરિત માનસ વિવાદ પર કહ્યું હતું કે, રામચરિતમાનસના સુંદરકાંડમાં એક ઘટના છે, જેમાં શ્રી રામ સમુદ્રમાંથી લંકા જવાનો રસ્તો પૂછે છે. રસ્તો ન મળવા પર તે 'ભય બિન હોય ના પ્રીત કી બાત' કહે છે અને સમુદ્રને ચેતવણી આપીને આગળની કાર્યવાહી કરે છે. પછી સમુદ્ર ભડકે છે અને શ્રી રામની સામે પોતાની વાત કહે છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યપાલ આનંદીબેન પટેલના ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરતા સમાજવાદી પાર્ટી પર આરોપ લગાવ્યો હતો કે, સમાજવાદી પાર્ટીનું કાર્યાલય આજે સંત તુલસીદાસજી વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે અને રામચરિતમાનસ જેવા પવિત્ર ગ્રંથને બદલી રહી છે. અનાદર ભાવ સાથે તેને અપમાનિત કરવાનું કામ કરી રહી છે. સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા તેને વાંધાજનક કહેવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, હું સમાજવાદી પાર્ટીને કહેવા માંગુ છું કે જ્યાં એ વાતને લઈને ગર્વની ભાવના હોવી જોઈએ કે ઉત્તર પ્રદેશ રામ અને કૃષ્ણની ભૂમિ છે. અહીં રામચરિતમાનસ અને વાલ્મીકિ રામાયણ જેવા પવિત્ર પુસ્તકોની રચના કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના રહેવાસીઓ આ મામલે ગર્વ અનુભવે છે. તેવામાં શું તમે આ પવિત્ર ગ્રંથને સળગાવીને દેશ અને દુનિયામાં વસતા હિંદુઓને અપમાનિત કરવાનું કામ નથી કરી રહ્યા? આવી અરાજકતા કેવી રીતે સ્વીકારી લેવાય? તેથી જ મને એક પંક્તિ યાદ આવે છે 'જાકો પ્રભુ દારુન દુઃખ દેખી, તકિ માટી પહેલે હર લેહી' એટલે જે જે કંઈ પણ બચ્યું હતું, તેમ તેને પણ સ્વાહા કરી નાખ્યું.
ઉલ્લેખનીય છે કે, સમાજવાદી પાર્ટીના વિધાન પરિષદના સભ્ય સ્વામી પ્રસાદ મૌર્યએ તાજેતરમાં શ્રી રામચરિતમાનસની એક ચોપાઈને દલિત વિરોધી અને મહિલા વિરોધી ગણાવીને તેના પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. તેમના આ નિવેદન બાદ સંત સમાજ અને ભાજપે પણ પોતાની કાર્યવાહી આપી હતી. અન્ય લોકો પણ તેમની ટિપ્પણીથી ખૂબ જ દુઃખી થયા હતા.
કોંગ્રેસના જ નેતાએ કર્યા યોગીના વખાણ
કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે યુપી વિધાનસભામાં બજેટ ભાષણ પર ચર્ચા દરમિયાન રામચરિત માનસને લઈને સીએમ યોગીના નિવેદનની પ્રશંસા કરી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું, રાજકીય વિરોધ તેની જગ્યા છે પરંતુ સત્તાની ભક્તિ સાથે સમાધાન કરી શકાતું નથી, ઉત્તર પ્રદેશ વિધાનસભામાં શ્રી રામચરિત માનસનો પક્ષ લેવા અને રામાયણનું અપમાન કરનારા નેતાઓને ફટકારવા બદલ હું સીએમ યોગીની પ્રશંસા કરું છું.