Uttarakhand Bus Accident: ઉત્તરખંડમાં આજે સવારે મોટી દૂર્ઘટના ઘટી છે. તે દેહરાદૂન (Dehradun)ના વિકાસનગરની પાસે બુલ્હાડ બાયલા રોડ પર એક બસ ખીણમાં ખાબકી છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી 11 લોકોના મોત થઇ ગયા છે. વળી, કેટલાય લોકો હજુ ગંભીર સ્થિતિમાં છે, જેમને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. બસમાં સવાર તમામ ગ્રામીણો એક જ બસમાં જઇ રહ્યાં છે. ચકરાતાના એસડીએમે બતાવ્યુ કે દૂર્ઘટના બાદ પોલીસ અને SDRFની ટીમો રવાના થઇ ગઇ છે. હાલમા રેસ્ક્યૂનુ કામ આસપાસના ગામલોકો કરી રહ્યાં છે.
ઓવરલૉડિંગના કારણે દૂર્ઘટના- પોલીસ
પોલીસ અધિકારીએ જાણકારી આપી છે કે દૂર્ઘટનાની પાછળ ઓવરલૉડિંગ એક કારણ હોઇ શકે છે. બસ નાની હતી, જેમાં 25 લોકો સવાર હતા. કહેવામાં આવી રહ્યું છે કે જે રૂટ પરથી આ બસ નીકળી રહી હતી, ત્યાં વધુ બસ નથી. એટલા માટે આટલી મોટી સંખ્યામાં લોકો એકજ બસમાં સવાર થયા હતા.