કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. આ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા હતા. આર્યન કંપનીનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. આ દુર્ઘટનામાં ત્રણ ગુજરાતીઓના પણ મોત થયા હતા. ભાવનગરની યુવતીઓ ઉર્વી બારડ, કૃતિ બારડ, પૂર્વા રામાનુજ નામની ત્રણ યુવતીઓનું પણ મોત થયુ હતું. આ અંગે કોગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કર્યું હતું અને મુખ્યમંત્રી ઓફિસ અને વડાપ્રધાન મોદીને ટેગ કરી મદદ માટે વિનંતી કરી હતી.














ઉત્તરાખંડમાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ હતી. કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. એક રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં થઈ હતી. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પ્રશાસનની ટીમ રાહત અને બચાવ કાર્ય માટે રવાના થઈ ગઈ છે.






હેલિકોપ્ટરે ગુપ્તકાશીથી ઉડાન ભરી હતી. જ્યારે આ હેલિકોપ્ટર કેદાર ઘાટી તરફ આગળ વધ્યું ત્યારે ગરુડચટ્ટીમાં ક્રેશ થયું હતું. એક રિપોર્ટ અનુસાર, હેલિકોપ્ટરમાં 6 લોકો સવાર હતા. જો કે હજુ સુધી સત્તાવાર માહિતી બહાર આવી નથી. આ ઘટના એવા સમયે બની છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21-22 ઓક્ટોબરે કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લેશે. PM મોદી 21 ઓક્ટોબરે કેદારનાથ જશે. તે કેદારનાથ પહોંચશે અને ત્યાં ચાલી રહેલી વિકાસ યોજનાઓનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ પીએમ મોદી બદ્રીનાથની પણ મુલાકાત લેશે. 21 ઓક્ટોબરે કેદારનાથની મુલાકાત લીધા બાદ વડાપ્રધાન મોદી ત્યાં રાત રોકાશે. આ પછી બીજા દિવસે એટલે કે 22 ઓક્ટોબરે તેઓ બદ્રીનાથ જશે.


ઘટનાને નજરે જોનારા એક વ્યક્તિએ કહ્યું હતું કે અહીં ખૂબ જ ભારે  વરસાદ પડી રહ્યો છે. માત્ર 15 મિનિટમાં હવામાન અચાનક ખરાબ થઈ ગયું. આ પછી અમારી ઉડાન પણ રોકી દેવામાં આવી છે. અમને કહેવામાં આવ્યું છે કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ઉડાન હમણાં જ બંધ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ હેલિકોપ્ટરમાં માત્ર મુસાફરો સવાર હતા.