Night Curfew in Uttarakhand: કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામી સરકારે નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે. આ અગાઉ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સરકાર નાઇટ કર્ફ્યૂ લગાવી ચૂકી છે.


નોંધનીય છે કે ઉત્તરાખંડમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ દહેરાદૂનમાં નોંધાયો હતો. ઉત્તરાખંડના સ્વાસ્થ્ય સચિવ ડોક્ટર તૃપ્તિ બહુગુણાએ કહ્યું કે તાજેતરમાં જ સ્કોટલેન્ડમાં પરત ફરેલી એક 23 વર્ષીય યુવતી ઓમિક્રોનથી સંક્રમિત થયાની પુષ્ટી થઇ છે. તે આઠ ડિસેમ્બરના રોજ સ્કોટલેન્ડથી દિલ્હી પરત ફરી હતી જ્યાં તેનો આરટીપીસીઆર નેગેટીવ આવ્યો હતો. બાદમાં યુવતી કારથી પોતાના માતાપિતા સાથે દહેરાદૂન પહોંચી હતી બાદમાં 12 ડિસેમ્બરના રોજ તેનો ફરીથી ટેસ્ટ કરાતા તે ઓમિક્રોનથી પોઝિટીવ હોવાની પુષ્ટી થઇ હતી. યુવતીને હોમ ક્વોરેન્ટાઇન કરાઇ છે. તેના માતાપિતાના સેમ્પલ પણ લેબમાં મોકલવામાં આવ્યા છે.




 


આ પણ વાંચો........ 


હવે ખાવાનું ઓનલાઈન ઓર્ડર કરવું અને કપડાં ખરીદવા પડશે મોંઘા, 1 જાન્યુઆરીથી GSTના નિયમો બદલાશે


Government Scheme: કેન્દ્ર સરકાર આ લોકોને પૂરા 10,000 રૂપિયા આપી રહી છે, ખાતામાં સીધા આવશે રૂપિયા


SBI Recruitment: SBI 19 નિષ્ણાત કેડર અધિકારીઓની ભરતી કરશે, 13 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે


Bank of Baroda Recruitment 2021: બેંક ઓફ બરોડામાં અરજી કરવા માટે માત્ર બે દિવસ બાકી છે, પરીક્ષા અને ખાલી જગ્યાની વિગતો જુઓ