નવી દિલ્હી: ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવતે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દિધુ છે. તેમણે રાજભવન પહોંચી રાજ્યપાલ બેબી રાની મોર્યને રાજીનામું આપ્યું છે.  છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાઓ ચાલી રહી હતી કે ભાજપ હાઈકમાન્ડન ઉત્તરાખંડમાં નેતૃત્વ બદલવાનો નિર્ણય કર્યો છે. જેને લઈને ત્રિવેંદ્રસિંહ રાવતને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. દિલ્હીથી પરત આવ્યા બાદ તેમણે રાજીનામું આપી દિધુ છે. 



પર્યવેક્ષકોની રિપોર્ટન બાદ ભાજપે ત્રિવેંદ્ર રાવતને મુખ્યમંત્રીના પદ પરથી હટાવવાનો નિર્ણય કર્યો છે. હવે રાજ્યના નવા મુખ્યમંત્રી માટે ટૂંક સમયમાં ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે.