નવી એસઓપી મુજબ દર્શન માટે આવી રહેલા શ્રદ્ધાળુઓએ 72 કલાકની અંદર કરાવવામાં આવેલ કોરોના ટેસ્ટ રિપોર્ટ પોતાની સાથે લાવવો પડશે. દેવસ્થાનમ બોર્ડની વેબસાઈટ પર બહારથી આવતા શ્રદ્ધાળુઓએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે, આઈડીની સાથે-સાથે કોવિડ-19ની નેગેટિવ રિપોર્ટ અપલોડ કર્યા બાદ જ પાસ કાઢી આપવામાં આવશે.
દેવસ્થાનમ બોર્ડના સીઈઓએ જણાવ્યું કે કોરોના ટેસ્ટનો રિપોર્ટ ન હોવા પર ચારધામ યાત્રા પર આવી રહેલા શ્રદ્ધાળુઓએ રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ગાઈડલાઈન અનુસાર ક્વોરન્ટીનમાં રહેવું પડશે. સાથે જ ક્વોરન્ટીન સમય પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર પણ દેવસ્થાનમ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી મળ્યા બાદ પ્રદેશ સરકારે ચારધામ યાત્રાના સંબંધમાં કોઈ પણ નિર્ણય લેવાનો નિર્ણય ઉત્તરાખંડ઼ ચારધામ દેવસ્થાનમ બોર્ડને સોંપ્યો હતો. આ પહેલા ઉત્તરાખંડના શ્રદ્ધાળુઓને જ યાત્રાની મંજૂરી આપવામાં આવી હતી. પહેલા તબક્કામાં બોર્ડે ચમોલી, રૂદ્રપ્રયાગ અને ઉત્તરકાશી જિલ્લાના નિવાસીઓને પોત-પોતાના ધામોમાં દર્શનની મજૂરી આપી. એક જૂલાઈથી રાજ્યના લોકોને રજિસ્ટ્રેશનના માધ્યમથી ચારધામ બદરીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રાની મજૂરી આપવામાં આવી.