Vande Bharat Train Fare: વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવી વધુ સસ્તી થઈ શકે છે. આગામી દિવસોમાં વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવી વધુ સસ્તી થઈ શકે છે. હજી થોડા દિવસો પહેલા જ ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેનોના એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25 ટકાનો ઘટાડો કર્યો હતો. હવે ફરી એકવાર આગામી દિવસોમાં વંદે ભારત ટ્રેનોના કેટલાક રૂટના ભાડામાં 10 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. 


નવી વંદે ભારત ટ્રેનો વિવિધ રૂટ પર સતત દોડાવવામાં આવી રહી છે. પરંતુ રેલવે એ વાતને લઈને ભારે ચિંતિત છે કે, આ ટ્રેનની અડધી સીટો પણ નથી  ભરાતી. આ જ કારણ છે કે, વંદે ભારત ટ્રેનના ભાડામાં હજી વધુ 10 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. ભારતીય રેલવેના જુદા જુદા ઝોન ભાડામાં ઘટાડો કરવાની શક્યતાઓ શોધી રહી છે. રેલવેનું માનવું છે કે, આ ટ્રેનોમાં સીટો ખાલી રાખવા કરતાં મુસાફરોને સસ્તામાં મુસાફરી કરવાની તક આપવી વધુ સારું છે.


ભારતીય રેલવે આવતા વર્ષે ફેબ્રુઆરી 2024થી વંદે ભારત ટ્રેનો ચલાવવાની યોજના પર કામ કરી રહી છે. પરંતુ હાલની વંદે ભારત ટ્રેનોની ઓછી ઓક્યુપન્સી જોવા મળી રહી છે. ઉદાહરણ તરીકે, ઈન્દોર-ભોપાલ વંદે ભારત પાસે જૂન મહિનામાં 29 ટકા ઓક્યુપન્સી છે અને રિટર્ન રૂટમાં 21 ટકા છે. એટલે કે 70 ટકાથી વધુ બેઠકો ખાલી રહી.


નાગપુર-બિલાસપુરની સરેરાશ ઓક્યુપન્સી 55 ટકા હતી અને ભોપાલ-જબલપુર વંદે ભારત ટ્રેનની માત્ર 32 ટકા હતી. જો કે, કાસરગોડ-ત્રિવેન્દ્રમ વંદે ભારત ટ્રેનનો ઓક્યુપન્સી 183 ટકા રહી છે. જ્યારે રિટર્ન રૂટમાં સરેરાશ 176 ટકાનો ઓક્યુપન્સી જોવા મળી હતી. વારાણસી-દિલ્હીમાં સરેરાશ 128 ટકા ઓક્યુપન્સી જોવા મળી છે, જ્યારે રિટર્ન જર્ની 124 ટકા છે.


આ કારણોસર જુલાઈ મહિનામાં જ વંદે ભારત ટ્રેનના ભાડામાં 25 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. અન્ય એસી ટ્રેનો ઉપરાંત, અનુભૂતિ વિસ્ટાડોમ કોચવાળી ટ્રેનો પણ આ કપાતમાં સામેલ હતી.


અગાઉ થયો છે ઘટાડો


રેલવે મંત્રાલયના આ નિર્ણય બાદ વંદે ભારત સહિત તમામ ટ્રેનોના એસી ચેર કાર, એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25 ટકાનો ઘટાડો થયો હતો. આ યોજના એસી ચેર કાર અને અનુભૂતિ અને વિસ્ટાડોમ કોચ સહિત એસી સીટીંગ ધરાવતી તમામ ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસમાં લાગુ થશે. ભાડા પર મહત્તમ 25 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ હશે. બીજી તરફ, અન્ય ચાર્જ જેમ કે રિઝર્વેશન ચાર્જ, સુપર ફાસ્ટ સરચાર્જ, GST વગેરે, તે ગમે તે હોય, અલગથી વસૂલવામાં આવશે. ઉપરાંત કેટેગરી અનુસાર છૂટછાટ આપવામાં આવશે. છેલ્લા 30 દિવસ દરમિયાન 50 ટકા ઓક્યુપેન્સી ધરાવતી ટ્રેનોને ધ્યાનમાં લેવામાં આવશે. ત્યાર બાદ ઓક્યુપન્સીના આધારે આ ટ્રેનોમાં ભાડામાં રાહત આપવામાં આવશે.


જો તમે આજે ક્યાંક મુસાફરી કરવા માટે ટ્રેનની ટિકિટ બુક કરવા જઈ રહ્યા છો, તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે, કારણ કે કોલકાતામાં પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) ડેટા સેન્ટરમાં ડાઇનટાઇમની પ્રવૃત્તિઓ બાદ ઇન્ટરનેટ બુકિંગ પ્રભાવિત છે. ઘણા રાજ્યો આનાથી પ્રભાવિત થશે. જો કે, કેટલાક રાજ્યોમાં તેની અસર થશે નહીં. પીઆરએસ બંધ થવાના કારણે અનેક કામો પ્રભાવિત થવાની શક્યતા છે.


https://t.me/abpasmitaofficial