Veer Savarkar Jayanti: ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં થયો હતો. વીર સાવરકરની જન્મજયંતિ રવિવારે (28 મે) છે. સેન્ટ્રલ હોલમાં સવારે 10:30 કલાકે તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ દરમિયાન ભાજપના તમામ સાંસદો હાજર રહેશે.


આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ પણ પ્રસારિત થવાનો છે. સવારે 11 વાગ્યે વીર સાવરકરને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા પછી ભાજપના તમામ સાંસદો સંસદ ભવનનાં બાલયોગી સભાગૃહમાં 'મન કી બાત' સાંભળશે. ભાજપના તમામ સાંસદોને સેન્ટ્રલ હોલમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.


નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન


'મન કી બાત' કાર્યક્રમ પછી તરત જ સંસદના નવનિર્મિત ઈમારતના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે સાંસદોએ સવારે 11.45 વાગ્યા સુધીમાં પોતાની બેઠકો પર બેસી જવું પડશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 12 વાગ્યે સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન પણ કરશે. તે પહેલા સવારે 7 વાગ્યાથી હવન પૂજનનો કાર્યક્રમ શરૂ થશે.


કાર્યક્રમ બપોરે 2 વાગ્યા સુધી ચાલશે


સવારે 7:30 થી 8:30 સુધી હવન અને પૂજા થશે. ગાંધી મૂર્તિ પાસે પૂજા માટે પંડાલ ઉભો કરવામાં આવશે. આ પ્રસંગે સિક્કા અને સ્ટેમ્પનું પણ વિમોચન કરવામાં આવશે. અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે અને તેની સાથે તેઓ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. એવું માનવામાં આવે છે કે બપોરે 2 થી 2.30 વાગ્યાની આસપાસ કાર્યક્રમ સમાપ્ત થશે.


નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારોહને લઈને હોબાળો


બીજી તરફ વીર સાવરકરની જન્મજયંતિ પર નવા સંસદભવનના ઉદ્ઘાટનને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સતત માંગ કરી રહી છે કે ઉદ્ઘાટન સમારોહની તારીખ બદલવામાં આવે. આ સાથે વિપક્ષના ઘણા નેતાઓ પણ પીએમ મોદીના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહ્યા છે અને સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.


New Parliament Building: અધીનમ મહંતે વડાપ્રધાન મોદીને સોંપ્યું સેંગોલ, આવતીકાલે નવા સંસદ ભવનમાં કરાશે સ્થાપિત


નવી સંસદના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન મોદીએ શનિવારે વડાપ્રધાન આવાસ પર તમિલનાડુના અધિનમ મહંતને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીને સેંગોલ સોંપવામાં આવ્યું હતું. અધિનમે વૈદિક મંત્રોચ્ચાર સાથે સત્તા સ્થાનાંતરણનો આ સાંસ્કૃતિક વારસો સોંપ્યો હતો. આ પરંપરાના વિસર્જન દરમિયાન 21 અધીનમ હાજર રહ્યા હતા. આ પહેલા પીએમ મોદીને સુવર્ણ અંગવસ્ત્રમ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમણે વૈદિક વિધિ મુજબ અધીનમથી સેંગોલ પ્રાપ્ત કર્યું હતું. આ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.મળતી માહિતી મુજબ, રવિવારે આયોજિત નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહ પહેલા અધિનમ મહંત શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પીએમ મોદીએ તેમની સાથે મુલાકાત કરી હતી અને તેમના આશીર્વાદ લીધા હતા.  અધિનમ મહંતે વડાપ્રધાન મોદીને સેંગોલ સોંપ્યું હતું. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન વૈદિક વિધિથી કરવામાં આવશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું હતું કે નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશે.