heavy rainfall alert india: દેશભરમાં હવામાનમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશના અલગ-અલગ ભાગોમાં કુલ 11 ચક્રવાતી સિસ્ટમ (સાયક્લોનિક સર્ક્યુલેશન) એકસાથે સક્રિય થઈ છે. જેના કારણે આગામી 7 દિવસ સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં ભારે પવન, ગાજવીજ અને કરા સાથે વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. એક તરફ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદી માહોલ રહેશે, તો બીજી તરફ બિહારમાં આકરી ગરમી અને લૂ (હીટવેવ) નું એલર્ટ આપવામાં આવ્યું છે.

ક્યાં સક્રિય છે આ સિસ્ટમ?

હાલમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, મધ્ય પ્રદેશ અને કેરળની સાથે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પર ચક્રવાતી સિસ્ટમ બની છે. આ ઉપરાંત, 3 જૂનથી એક નવું 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' પણ સક્રિય થવા જઈ રહ્યું છે, જે વાતાવરણમાં વધુ ફેરફાર લાવશે.

Continues below advertisement
Continues below advertisement

ગુજરાત અને મધ્ય ભારતમાં કેવો રહેશે માહોલ?

ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, કોંકણ અને ગોવામાં આગામી દિવસોમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ પડી શકે છે.

આ વિસ્તારોમાં ક્યાંક-ક્યાંક કરા પડવાની પણ પૂરી સંભાવના છે.

મહારાષ્ટ્રમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી નીચે ગગડી શકે છે, જેનાથી લોકોને બફારામાંથી રાહત મળશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી; જાણો કયા 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ?

ઉત્તર ભારતમાં આંધી-તોફાન અને કરાની ચેતવણી:

જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં અલગ-અલગ દિવસોમાં વરસાદ અને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.

કેટલાક ભાગોમાં કરા પડવાની અને ખાસ કરીને રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ (આંધી) ઊડવાની શક્યતા છે.

જોકે, ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાન 4 થી 6 ડિગ્રી વધી પણ શકે છે. બિહારમાં 3 થી 7 જૂન સુધી હીટવેવ (આકરી ગરમી) ની આગાહી કરવામાં આવી છે, જ્યારે કેટલાક રાજ્યોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાન: 1 જૂનથી બદલાશે હવામાન, દેશના 19 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ:

કેરળ, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 40 થી 50 કિમી (અમુક જગ્યાએ 70 કિમી) ની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ પડશે.

ખાસ કરીને કેરળમાં 3 થી 7 જૂન વચ્ચે અતિભારે વરસાદ ખાબકવાની ચેતવણી અપાઈ છે.

બીજી તરફ આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા સહિતના પૂર્વોત્તર રાજ્યોમાં આખું અઠવાડિયું હળવાથી મધ્યમ અને અમુક દિવસોમાં ભારે વરસાદ ચાલુ રહેશે.