Wedding Viral Video: લગ્ન એ કોઈપણ વ્યક્તિ માટે જીવનની એક ખાસ ક્ષણ છે. દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ અને યાદગાર બનાવવા માટે કેટલીક ખાસ યોજનાઓ બનાવે છે. જ્યાં આ દિવસોમાં લગ્ન મંડપમાં દુલ્હન પોતાની ખાસ એન્ટ્રી કરતી જોવા મળે છે. બીજી તરફ વરરાજા અલગ દેખાવા માટે તેના ડ્રેસ પર ઘણો ખર્ચ કરે છે.


તાજેતરના દિવસોમાં વીડિયો સોશિયલ મીડિયા પર આ પ્રકારના અનેક ધમાકેદાર વીડિયો સામે આવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો લોકોનું ભારે મનોરંજન કરી રહ્યો છે. આ વીડિયો જોઈને વરરાજાથી લઈને દુલ્હન સુધીના દરેક લોકો તાળીઓ પાડ્યા વગર રહી શકતા નથી. આવો જ એક વીડિયો તાજેતરમાં યુઝર્સને ખુબ જ પસંદ પડી રહ્યો છે. જેમાં એક દુલ્હન લગ્ન દરમિયાન તેના થનાર પતિની સામે જ ભોજપુરી ગીતો પર ડાન્સ કરતી જોવા મળે છે.


દુલ્હને કર્યો ડાંસ


આ વાયરલ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર રંજય કુમાર નામના વ્યક્તિએ પોતાની પ્રોફાઈલ પરથી શેર કર્યો છે. આ વીડિયોમાં લગ્ન બાદ સાસરે પહોંચેલી દુલ્હનને તેના સાસરિયાઓ ડાન્સ કરવાનું કહે છે. જેના પર દુલ્હન એક રૂમમાં તેના થનાર પતિની સામે જ ડાન્સ કરવા લાગે છે. દુલ્હનનો સુંદર ડાન્સ જોઈને વરરાજા પણ પોતાની જાતને રોકી શકતો નથી અને તે પણ થનાર પત્ની સાથે જ ડાન્સ કરવા લાગે છે.


યુઝર્સને પસંદ પડી રહ્યો છે વીડિયો


તાજેતરમાં જ થોડી જ સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર સૌકોઈને ભારે પસંદ આવી રહ્યો છે. જેને મોટી સંખ્યામાં યુઝર્સ સતત લૂપમાં જોવા માટે મજબૂર થઈ રહ્યા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને સોશિયલ મીડિયા પર 5 લાખ 67 હજારથી વધુ વ્યૂઝ અને 17 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ સાથે યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.




Axar Wedding: ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ બન્યો વરરાજા, ધામધૂમથી નીકળ્યો વરઘોડો, જુઓ વીડિયો


ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડ અક્ષર પટેલના લગ્ન ચાલી રહ્યાં છે, અક્ષર પટેલ તેની ગર્લફ્રેન્ડ મેહા પટેલ સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયો છે, અત્યારે સોશ્યલ મીડિયા પર અક્ષર પટેલના લગ્નને લગતા વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે વરઘોડામાં દેખાઇ રહ્યો છે, તો બીજા કેટલાક વીડિયોમાં તે ખુદ ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. અત્યારે બન્નેના લગ્નના જશ્નનો માહોલ જામ્યો છે. જુઓ અહીં વીડિયો... 


ઉલ્લેખનીય છે કે, અત્યાર અક્ષર પટેલ લગ્નના કારણે ટીમ ઇન્ડિયામાથી બહાર છે, અને ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ નથી રમી રહ્યો, આ ઉપરાંત કેએલ રાહુલે પણ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કરી લીધા છે.  


ખાસ વાત છે કે, આ પહેલા અક્ષર પટેલ અને મેહા પટેલનાં લગ્ન અગાઉ મહેંદી સેરેમનીના પણ કેટલાક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા.