Viral Video: પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવન અભયારણ્ય પ્રાણીઓ અને પક્ષીઓની લાખો પ્રજાતિઓનું ઘર છે. અભયારણ્યની જૈવવિવિધતા પણ મોટી સંખ્યામાં વાઘનું ઘર છે. હાલમાં આ જગ્યાએ એક વાઘનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ વાઘ બોટમાંથી સીધો નદીમાં કૂદી પડે છે અને તરીને કિનારે પહોંચી જાય છે.
વાઘનું કરાયું હતું રેસ્ક્યૂ
ભારતીય વન સેવા અધિકારી પરવીન કાસવાન (IFS) એ વીડિયો શેર કરતા કહ્યું કે તે જૂનો છે. આ વીડિયોમાં વાઘને વન વિભાગે એક જગ્યાએથી બચાવી લીધો હતો. ત્યારબાદ વાઘને બોટ પર બેસાડવામાં આવ્યો. વાઘને ફરીથી જંગલમાં છોડવા માટે બોટમાંથી બહાર કાઢવામાં આવી રહ્યો હતો. વાઘને બોટ પર પાંજરામાં રાખવામાં આવ્યો હતો. જેમ જેમ બોટ નદી કિનારે પહોંચી, વન અધિકારીઓએ પાંજરાનો દરવાજો ખોલ્યો. હોડી હજુ કિનારાથી થોડી દૂર હતી. જો કે, અચાનક કંઈક એવું બન્યું કે વન અધિકારીઓ પણ ચોંકી ગયા.
પીંજરાનો દરવાજો ખોલતાં જ વાઘ કૂદ્યોને તરવા લાગ્યો
બચાવી લેવાયેલ વાઘે પાંજરાનો દરવાજો ખોલતાં જ એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના સીધો નદીમાં કૂદી પડ્યો. એક ક્ષણ માટે તો વન અધિકારીઓને પણ વાઘની ચિંતા થઈ. પરંતુ, અંતે વાઘ પાણીમાં તરવા લાગ્યો અને થોડી જ ક્ષણોમાં તે નદી કિનારે પહોંચીને સુંદરવનના જંગલમાં ખોવાઈ ગયો.
લોકોએ શું કરી કોમેન્ટ
આ વીડિયો જોયા બાદ ઘણા લોકોએ ફની કોમેન્ટ કરી કે આ વાઘ છે કે માછલી. એક યુઝરે ટ્વિટર પર લખ્યું કે આ વાઘને જોઈને તેને ફિલ્મ Life Of Pi યાદ આવી ગઈ. આ વીડિયોને ટ્વિટર પર લગભગ એક લાખ વ્યૂઝ અને હજારો લાઈક્સ અને સેંકડો કોમેન્ટ્સ મળી છે.