લોકપ્રિય અભિનેતા સી. જોસેફ વિજય, 'તમિઝાગા વેટ્રી કઝગમ' (TVK) પાર્ટીના વડા, 10 મેના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
વિજય આવતીકાલે લેશે શપથ: તમિલનાડુમાં 'થલપતિ' રાજનો પ્રારંભ, જાણો મંત્રીમંડળમાં કોણ?
Vijay Tamil Nadu CM oath: 120 ધારાસભ્યોના સમર્થન સાથે TVK એ બહુમતી સાબિત કરી, મંત્રીમંડળમાં 9 મંત્રીઓ સામેલ થશે.

- વિજય 10 મેના રોજ તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
- TVK પાર્ટીએ 120 ધારાસભ્યોનું સમર્થન મેળવી સરકાર બનાવી.
- નવી સરકારમાં વિજય સહિત કુલ 9 મંત્રીઓ શપથ લેશે.
- AMMK ધારાસભ્યના સમર્થન પત્રને લઈને વિવાદ જોવા મળ્યો.
Vijay Tamil Nadu CM oath: તમિલનાડુના રાજકારણમાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. માત્ર 3 વર્ષ પહેલાં જ સ્થપાયેલી 'તમિઝાગા વેટ્રી કઝગમ' (TVK) પાર્ટી હવે રાજ્યમાં પોતાની સરકાર બનાવવા જઈ રહી છે. પાર્ટીના વડા અને લોકપ્રિય અભિનેતા સી. જોસેફ વિજય આગામી 10 મેના રોજ બપોરે 3:15 વાગ્યે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના સમર્થન સાથે TVK એ બહુમતીનો 118 નો આંકડો પાર કરીને 120 ધારાસભ્યોનું સમર્થન મેળવી લીધું છે. રાજભવન ખાતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સમક્ષ સમર્થન પત્રો રજૂ કર્યા બાદ, રાજ્યપાલે તેમને સરકાર બનાવવાની લીલી ઝંડી આપી દીધી છે.
નવી સરકારમાં વિજય મુખ્યમંત્રી પદ સંભાળશે, જ્યારે તેમની સાથે મંત્રીમંડળમાં કુલ 9 મંત્રીઓ પણ શપથ લેશે. આ 9 મંત્રીઓમાં TVK ના 6 અને કોંગ્રેસના 3 ધારાસભ્યોનો સમાવેશ થાય છે. TVK માંથી સેંગોટાઈયન, આધવ અર્જુન, એન. આનંદ, અરુણ રાજ, નિર્મલ કુમાર અને રાજમોહનને મંત્રી બનાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે 2026 ની વિધાનસભા ચૂંટણીમાં TVK 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, પરંતુ બહુમતી માટે જરૂરી આંકડાથી થોડી પાછળ રહી ગઈ હતી. જોકે, હવે કોંગ્રેસ, CPI(M), VCK અને IUML જેવા પક્ષોએ ખુલ્લેઆમ ટેકો આપતા ગઠબંધનનું સંખ્યાબળ 120 એ પહોંચી ગયું છે.
આ રાજકીય ગતિવિધિઓ વચ્ચે થોડો વિવાદ પણ જોવા મળ્યો હતો. AMMK પાર્ટીના ધારાસભ્ય એસ. કામરાજના સમર્થન પત્રને લઈને વિવાદ ઉભો થયો હતો. AMMK ના વડા ટીટીવી દિનાકરણે આરોપ લગાવ્યો હતો કે TVK એ રાજ્યપાલને ખોટો સમર્થન પત્ર આપ્યો છે. તેના જવાબમાં TVK એ એક વીડિયો પણ બહાર પાડ્યો હતો જેમાં કામરાજ સહી કરતા દેખાય છે, જોકે કામરાજે આ દાવાને ફગાવીને વીડિયોને AI દ્વારા બનાવેલો ગણાવ્યો હતો.
શું મમતા બેનર્જીએ આખરે હાર સ્વીકારી? સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં કર્યો ફેરફાર, જાણો શું લખ્યું?
આ બધા વિવાદો વચ્ચે, VCK ના વડા થોલ. થિરુમાવલવને સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં રાજકીય અસ્થિરતા ન સર્જાય અને લોકોના જનાદેશનું સન્માન થાય તે માટે જ તેમણે TVK ને ટેકો આપ્યો છે. બીજી તરફ, વિજયના મુખ્યમંત્રી બનવાના સમાચારોથી ચેન્નઈમાં TVK ના કાર્યકરો અને ચાહકોમાં ભારે ઉત્સાહ છે અને તેઓએ અત્યારથી જ ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે.
બંગાળમાં સુવેન્દુ અધિકારી બન્યા મુખ્યમંત્રી, અભિષેક બેનર્જીએ કહ્યું - ‘બંગાળ અને દિલ્હીમાં હવે...’
Frequently Asked Questions
તમિલનાડુના નવા મુખ્યમંત્રી કોણ બનશે?
TVK પાર્ટી કેટલી બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની?
TVK પાર્ટી 2026 ની વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી.
નવી સરકારમાં કેટલા મંત્રીઓ શપથ લેશે?
નવી સરકારમાં વિજય મુખ્યમંત્રી બનશે અને તેમની સાથે કુલ 9 મંત્રીઓ પણ શપથ લેશે. આમાં TVK ના 6 અને કોંગ્રેસના 3 ધારાસભ્યોનો સમાવેશ થાય છે.
TVK ને સરકાર બનાવવા માટે કેટલા ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે?
TVK એ કોંગ્રેસ અને અન્ય પક્ષોના સમર્થન સાથે બહુમતીનો 118 નો આંકડો પાર કરીને 120 ધારાસભ્યોનું સમર્થન મેળવી લીધું છે.





















