Putin India Visit: પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શુક્રવારે ભારત મંડપમાં ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક પડકારો પર સ્થાયી સમાધાનની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું હતું કે, "આપણે વૈશ્વિક પડકારોના ટકાઉ ઉકેલો વિકસાવવા જોઈએ." પુતિનની હાજરીમાં પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે ભારતમાં રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ" ના મંત્રને ઝડપથી અમલમાં મૂકી રહ્યું છે. પીએમએ વધુમાં જણાવ્યું હતું કે ભારત અને રશિયા આરોગ્યસંભાળ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યા છે.
પીએમએ વધુમાં જણાવ્યું હતું કે ભારત અને રશિયા સંયુક્ત રીતે વેક્સીન અને કેન્સરની દવાઓ વિકસાવશે. આજે, ભારત વિશ્વનું સ્કિલ કેપિટલ બની ઉભરી રહ્યું છે. ભારતીય યુવાનોને રશિયન ભાષામાં તાલીમ આપીને, આપણે એક કુશળ કાર્યબળ બનાવી શકીએ છીએ જે બંને દેશોને વેગ આપશે.
ભારત વિશ્વનું સ્કિલ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે - પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત અને રશિયા સંયુક્ત રીતે વેક્સીન અને કેન્સરની દવાઓ વિકસાવશે. આજે, ભારત વિશ્વનું સ્કિલ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે. ભારતીય યુવાનોને રશિયન ભાષામાં તાલીમ આપીને, આપણે એક કુશળ કાર્યબળ બનાવી શકીએ છીએ જે બંને દેશોને વેગ આપશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે પ્રવાસી વિઝા અંગે આજે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેનો લાભ બંને દેશોના નાગરિકોને મળશે. તેમણે ઈન્ડો-રશિયા સંબંધોને કો-ઈનોવેશન, કો-પ્રોડક્શન અને કો-ક્રિએશન પર આધારિત ગણાવ્યા.
ભારત-રશિયા સંબંધોમાં સૌથી મોટી તાકાત ભરોસો છે - પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ વધુમાં કહ્યું કે આટલા મોટા રશિયન પ્રતિનિધિમંડળને અહીં લાવવું એ રાષ્ટ્રપતિ પુતિન દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ પહેલ છે. હું દરેકનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપણી ભાગીદારીનો પાયો પરસ્પર વિશ્વાસ પર બનેલો છે અને આ ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત છે. તેમણે માહિતી આપી કે ભારત અને યુરેશિયન આર્થિક સંઘ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) પર વાટાઘાટો શરૂ થઈ ગઈ છે.