વાયનાડ લોકસભાની પેટાચૂંટણીના શરૂઆતના ટ્રેન્ડમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની લીડ 60 હજારને વટાવી ગઈ છે. આ મતવિસ્તારમાં પ્રિયંકા ગાંધી વાડ્રા ભાજપના નવ્યા હરિદાસ અને ડાબેરી મોરચા (સીપીઆઈ)ના સત્યન મોકેરી સામે ચૂંટણી લડી રહ્યા છે. બંને ઉમેદવારો સતત પ્રિયંકાથી મોટા માર્જિનથી પાછળ છે.






આ વખતે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)ના ઉમેદવાર છે. તેમની સામે સત્યન મોકેરીને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (CPM)ની આગેવાની હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ તરફથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. નવ્યા હરિદાસ પણ ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનમાંથી ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડ લોકસભા સીટ માટે 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાઈ હતી. 16 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રિયંકા પહેલીવાર ચૂંટણી મેદાનમાં છે.






કેરળની વાયનાડ લોકસભા સીટ દક્ષિણ ભારતમાં હાઈપ્રોફાઈલ સીટ રહી છે. 2019માં અમેઠીમાં ચૂંટણી હાર્યા બાદ રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી લડ્યા હતા અને જીતીને સંસદ પહોંચ્યા હતા. તેઓ 2024માં પણ આ સીટ પરથી જીત્યા હતા.


રાહુલે 2019માં પણ જીત મેળવી હતી


2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ આ બેઠક પરથી ચૂંટણી લડી હતી અને કુલ 7,06,367 મતો મેળવ્યા હતા. ચૂંટણી પંચના આંકડા મુજબ રાહુલ ગાંધીને કુલ 64.94 ટકા વોટ મળ્યા છે. બીજા સ્થાને રહેલા સીપીઆઈ (માર્કસિસ્ટ)ના પીપી સુનીરને માત્ર 2,74,597 મત મળ્યા હતા.


કોંગ્રેસના દિવંગત નેતા એમઆઈ શનાવાસ 2009 અને 2014માં આ બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2018માં તેમના નિધન પછી રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણીમાં આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી.                                                             


Cash For Vote: ચૂંટણી પરિણામના દિવસે જ રાહુલ ગાંધી ફસાયા મોટી મુશ્કેલીમાં! આ નેતાએ ફટકારી 100 કરોડની નોટિસ