Mamata Banerjee News: પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં રાજીનામું નહીં આપે. ચૂંટણી પંચ, સીઆરપીએફ અને પોલીસ પર મોટા ષડયંત્રનો આરોપ લગાવતા તેમણે દાવો કર્યો છે કે તેમના હારેલા ઉમેદવારોને બળજબરીથી હરાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, મમતાએ પોતાની પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વિરોધ નોંધાવવા માટે વિધાનસભાના પહેલા દિવસે કાળા કપડાં પહેરીને આવવાનો આદેશ પણ આપ્યો છે.

Continues below advertisement

નવા ચૂંટાયેલા TMC (તૃણમૂલ કોંગ્રેસ) ધારાસભ્યો સાથેની મીટિંગમાં મમતા બેનર્જીએ ખૂબ જ આક્રમક વલણ અપનાવ્યું હતું. સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ, મમતાએ કહ્યું કે, "ભલે તેઓ મને કાઢી મૂકે, પણ હું રાજીનામું તો નહીં જ આપું." આ સાથે તેમણે પાર્ટી સાથે ગદ્દારી કરનારા નેતાઓને બહારનો રસ્તો દેખાડવાની ચેતવણી પણ આપી. મમતાએ ઉમેર્યું કે, "બંગાળ પછી હવે આખું ઇન્ડિયા ગઠબંધન એકસાથે છે. હું આ દિવસને કાળા દિવસ તરીકે જોવા માંગુ છું. આપણે ભલે હાર્યા હોઈએ, પણ પૂરી મજબૂતાઈથી લડીશું. મેં નૈતિક રીતે તેમને હરાવ્યા છે અને મેં હંમેશા લોકો માટે કામ કર્યું છે." તેમણે એવો પણ ગંભીર આરોપ લગાવ્યો કે તેમની પાર્ટીની 1500 થી વધુ ઓફિસો પર બળજબરીથી કબજો જમાવી લેવામાં આવ્યો છે.

Continues below advertisement

આ સમગ્ર મામલે TMC ના પ્રવક્તા અને ધારાસભ્ય કુણાલ ઘોષે પણ ભાજપ અને ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. તેમણે રોષ વ્યક્ત કરતા કહ્યું કે હિંસા રોકવી એ ચૂંટણી પંચની જવાબદારી છે. ભાજપની કથની અને કરણીમાં જમીન-આસમાનનો તફાવત છે અને હાલમાં જે હિંસા થઈ રહી છે તે લોકશાહી માટે જરાય સારી નથી. કુણાલ ઘોષે મમતાના રાજીનામું ન આપવાના નિર્ણયને ભાજપના બેઠકો કબજે કરવાના પ્રયાસો સામેનો એક પ્રતીકાત્મક વિરોધ ગણાવ્યો હતો.

ચૂંટણી હાર્યા પછી પણ મમતા બેનર્જીનો રાજીનામું આપવાનો ઇનકાર, શું હવે તેમની ધરપકડ થશે?

બીજી તરફ, રાજ્યમાં સરકાર બનાવવાની બંધારણીય પ્રક્રિયા વિશે વાત કરતા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલે બુધવારે (6 મે, 2026) સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણી પંચનું કામ માત્ર ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે કરાવવાનું અને પરિણામો જાહેર કરવાનું છે. આ સિવાયની આગળની સરકાર બનાવવાની તમામ પ્રક્રિયાઓ સંપૂર્ણપણે બંધારણીય નિયમો મુજબ જ થશે.

2027ની ચૂંટણી: 6 રાજ્યોમાં ભાજપનો અસલી ટેસ્ટ! શું મોદી મેજિક ફરી ચાલશે? જાણો પડકારો