નવી દિલ્લીઃ સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે દિલ્લીમાં પણ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે દિલ્લીમાં લોકડાઉનના અહેવાલો વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને મોટી જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, તમે જો માસ્ક પહેરશો તો અમે લોકડાઉન નહીં લગાવીએ. અમારો ઇરાદો જરા પણ લોકડાઉન લગાવવાનો નથી.


કેજરીવાલે ઉમેર્યું કે, કોવિડના કેસ ઝડપથી વધી રહ્યા છે. આજના હેલ્થ બુલેટિનમાં આશરે 22,000 કેસોની અપેક્ષા છે. સંબંધિત કેસ વધી રહ્યા છે પરંતુ ગભરાવાની જરૂર નથી. છેલ્લી લહેરના ડેટાનું વિશ્લેષણ (સરખામણી) કર્યા પછી હું આમ કહી રહ્યો છું.






 


દેશના આ રાજ્યમાં 55 કલાકના ‘લોકડાઉન’નો પ્રારંભ, હવે લોકો સોમવારે સવારે જ બહાર નિકળી શકશે


નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વીક-એન્ડ કરફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે. શુક્રવારે રાતથી લાગુ કરાયેલો આ કરફ્યુ સોમવારે સવાર સુધી અમલી રહેશે. આ સમય દરમિયાન લગાવાયેલાં કડક નિયંત્રણોના કારણે લોકો તેને 55 કલાકનું લોકડાઉન જ ગણાવી રહ્યા છે.


કરફ્યુના 55 કલાક માટે લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે આ અઠવાડિયે મંગળવારે વીકએન્ડ કરફ્યુની જાહેરાત કરી હતી.


અધિકારીઓએ જણાવ્યું કે, ઈમરજન્સીમાં જ લોકોને પોતાના ઘરમાંથી બહાર નીકળવાની પરવાનગી મળશે. બહાર નીકળનારાઓએ સરકાર દ્વારા જારી કરાયેલ ઈ-પાસ અથવા માન્ય ઓળખ કાર્ડ રજૂ કરવું પડશે. અધિકારીઓએ જણાવ્યું કે, બજારો, રસ્તા, કોલોનીઝ અને બીજા સાર્વજનિક સ્થળો પર કડક દેખરેખ રહેશે.  જો જરૂર પડશે તો એન્ફોર્સમેન્ટ સ્ક્વોડની સંખ્યા પણ વધારવામાં આવશે. કોઈને અગત્યના કામ માટે બહાર જવાનું હોય અને મુક્તિ આપવામાં આવેલ કેટેગરીમાં ન આવે તો તેણે દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવેલ ઈ-પાસ લેવો પડશે.


દિલ્હી સરકારે કરફ્યુના કડક અમલ માટે પૂરતી વ્યવસ્થાનો દાવો પણ કર્યો છેરે અધિકારીઓએ જણાવ્યું હતું કે,  આ સમય દરમિયાન કોઈ ટ્રેન અથવા પ્લેનમાં મુસાફરી કરવા જઈ રહ્યુ હોય તો તેમની પાસે ટિકિટ હોવી આવશ્યક છે. અધિકારીઓએ જણાવ્યું કે, દિલ્હીમાં કરફ્યુનો અમલ કરવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે કે જેથી કોરોના વાયરસના પ્રસારને રોકી શકાય.


કરફ્યુ દરમિયાન આવશ્યક સેવાઓમાં છૂટ આપવામાં આવી છે. ન્યાયાધીશો, ન્યાયિક અધિકારીઓ, અદાલતના કર્મચારીઓ, પત્રકારો અને વકીલોને પણ માન્ય ઓળખ પત્ર, સેવા આઈડી કાર્ડ, ફોટો પ્રવેશ પાસ અને અદાલત પ્રશાસન દ્વારા જારી મંજૂરી પત્ર બતાવ્યા બાદ યાત્રા કરવાની પરવાનગી મળશે. બીઆ સિવાય  ખાનગી તબીબી કર્મચારીઓ જેમ કે ડોકટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિક્સ અને હોસ્પિટલો, નિદાન કેન્દ્રો, પરીક્ષણ પ્રયોગશાળાઓ, ક્લિનિક્સ, ફાર્મસીઓ, ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને માન્ય ઓળખ કાર્ડ બતાવીને તબીબી ઓક્સિજન સપ્લાયરો જઈ શકશે.