India Weather: દેશમાં અત્યારે ડિસેમ્બર મહિનાની ઠંડીની સિઝન જામી છે, ત્યારે એકબાજુ લોકો ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યાં છે, અને બીજુબાજુ બીજી મોટી આફત આવી છે. હવામાન વિભાગે રિપોર્ટમાં દર્શાવ્યુ છે કે, દેશમાં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. જાણો હવામાન વિભાગે ક્યાં ક્યાં વરસાદ પડવાની આગાહી કરી છે. 


દેશમાં શિયાળાની ઋતુ હોવા છતાં હવામાન વિભાગે કેટલાય વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે, હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ભારતના રાજ્યોમાં એકબાજુ ઠંડી અને બરફવર્ષા થવાની આગાની છે, તો બીજીબાજુ દક્ષિણના કેટલાક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે રિપોર્ટ કર્યો છે કે, દક્ષિણમાં તામિલનાડુ, લક્ષદ્વીપ અને કર્ણાટક રાજ્યોના કેટલાક વિસ્તારોમાં આ સિઝનમાં વરસાદ પડશે, 


હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ ઉપરાંત દક્ષિણમાં અંડમાન અને નિકોબારના દક્ષિણી દ્વીપોમાં પણ સામાન્યથી મધ્યમ સ્તરે વરસાદ પડશે, એટલુ જ નહીં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનુ પણ અનુમાન છે. હવામાન વિભાગ અનુસાર, મહારાષ્ટ્ર, અને મધ્યપ્રદેશમાં પણ હવામાનમાં પલટો આવવવાની પુરેપુરી સંભાવના છે, અહીં પણ વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે. 


 


IMD Rain Alert: આગામી 5 દિવસ આ રાજ્યોમાં થશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી ચેતાવણી


IMD Rain Alert:તમિલનાડુમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે રાજ્યમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તામિલનાડુમાં 8મી ડિસેમ્બરે ભારે વરસાદની સંભાવના છે અને તેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના એલર્ટ બાદ રાજ્યમાં NDRFની છ ટીમો તૈનાત કરવામાં આવી છે.


માહિતી અનુસાર, IMD એલર્ટને ધ્યાનમાં રાખીને NDRF અરક્કોનમની છ ટીમો નાગાપટ્ટિનમ, તંજાવુર, તિરુવરુર, કુડ્ડલોર, માયલાદુથુરાઈ અને ચેન્નાઈમાં તૈનાત કરવામાં આવી છે. આ ટીમોને પૂરની સ્થિતિનો સામનો કરવા માટે અગાઉથી તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.


હવામાનશાસ્ત્રીઓના મતે તામિલનાડુ અને પુડુચેરીમાં 7 થી 9 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોના મતે તામિલનાડુ અને પુડુચેરીમાં 6 ડિસેમ્બરે હળવો વરસાદ પડી શકે છે. 7 ડિસેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 8મી ડિસેમ્બરે ગાજવીજ અને વાવાઝોડાની સાથે અહીં ભારે વરસાદની સંભાવના છે.