Weather Update In India: રાજ્ય અને દેશમાં ઠંડીની મૌસમ હવે બરાબર જામી છે, ઉત્તર ભારતમાં ઠંડીનો કેર શરૂ થઇ ચૂક્યો છે. ભારતીય હવામાન વિભાગે (IMD) નૉર્થ ઇન્ડિયન સ્ટેટ્સમાં આગામી પાંચ દિવસ માટે કોહરા અને ધૂમ્મસની ચેતાવણી આપી છે. આગામી 24 કલાકમાં પંજાબ, હરિયાણા, ચંડીગઢના બીજા કેટલાક વિસ્તારોમાં ગાઢ ઠંડી અને ગાઢ ધૂમ્મસ છવાઇ જવાની સંભવાના વ્યક્ત કરી છે. 


આઇએમડીએ બતાવ્યુ કે, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરી રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાં ગાઢ ધૂમ્મસ અને ઠંડીની સંભાવના છે. સાથે જ દિલ્હીમાં આજે વધુ ઠંડી પડવાની પુરેપુરી સંભાવાના છે.  


રાજધાનીમાં આગામી 24 કલાકમાં હાડ ગાળતી ઠંડી પડવાની સંભાવના છે, દિલ્હીમાં બે દિવસ તાપમાન 16.2 ડિગ્રી સેલ્સિયસ ઉચ્ચ તાપમાન નોંધાયુ છે અને 5.3 ડિગ્રી તાપમાનની સાથે 18 ડિસેમ્બર, 2020 બાદ 25 ડિસેમ્બર, 2022 સૌથી ઠંડો દિવસ રહ્યો હતો, દિલ્હીમાં હવે  પહેલાથી વધુ ઠંડી વધી ગઇ છે. લોકો અહીં ઠરી જવા લાગ્યા છે. 


આ ઉપરાંત હવામાન વિભાગ ઉત્તર ભારતમાં શીતલહેરની ચેતાવણી પણ આપી છે, રિપોર્ટ અનુસાર, હિમાચલ પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, ઓડિશા, આસામ અને ત્રિપુરા સહિતના કેટલાય ઉત્તરના ભાગોમાં આગામી દિવસોમાં શીત લહેર પ્રસરી જશે.


 


દિલ્હીમાં 2 દિવસ સુધી તીવ્ર ઠંડીની શક્યતા


દેશની રાજધાની દિલ્હીમાં આગામી બે દિવસ સુધી ઠંડીનું મોજું ફરી વળવાની સંભાવના છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ 25 ડિસેમ્બરે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન પણ 19 ડિગ્રીની આસપાસ રહેશે. હવામાન વિભાગે કહ્યું છે કે આવી સ્થિતિ 25 અને 26 ડિસેમ્બરે રહેવાની સંભાવના વર્તાઈ રહી છે. એટલે કે એ દિવસ સુધી દિલ્હી ઠંડીમાં ઠુંઠવાશે.