Weather In India: ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી હવે પૂરી થઈ ગઈ છે. હવામાન વિભાગ (IMD)ની તાજેતરની આગાહી મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના છે. IMD એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં 29 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજધાની દિલ્હીમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે જ સમયે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 29 અને 30 તારીખે પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. પશ્ચિમ હિમાલય પ્રદેશ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 29 અને 30મીએ છૂટાછવાયા બરફના કરા પડશે અને 29મી જાન્યુઆરીએ એટલે કે આજે પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનમાં કરા પડવાની શક્યતા છે.
દિલ્હી અને યુપીમાં વરસાદનું એલર્ટ
આ સાથે જ આ બે દિવસમાં પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. દિલ્હીમાં 29 જાન્યુઆરી એટલે કે આજે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વરસાદ પછી, મહત્તમ તાપમાન ઘટીને 17 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
તાપમાન વધવાની ધારણા છે
ભારતીય હવામાન વિભાગ (IMD) શહેરમાં હળવા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા રાખે છે. આ દરમિયાન IMDના કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રવિવારથી તાપમાન વધશે અને ઘણી જગ્યાએ હળવો વરસાદ જોવા મળશે.
પહાડી રાજ્યોમાં હિમવર્ષા
હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં અટલ ટનલ નજીકના વિસ્તારમાં ભારે હિમવર્ષા બાદ વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રસ્તા પરથી બરફ હટાવવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ હિમવર્ષા ચાલુ છે. પહાડો પર થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો: રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ભરશિયાળે વરસાદી માહોલ છવાયો છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સુરત, વડોદરા, ખેડા, મહીસાગર, અરવલ્લી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. માવઠાના કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ભરશિયાળામાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 48 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહીસાગર સામાન્ય વરસાદની આગાહી છે, આવતી કાલે સાબરકાઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, દાહોદ, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.
ભરૂચમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જંબુસર અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. કપાસ, તુવેર, મગ, મઠ સહિતના પાકમાં નુકસાનની સંભાવનાથી ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે.