West Bengal Elections Result: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક જૂનું નિવેદન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ નિવેદનમાં તેમણે બિહારમાં ભાજપની જીતને બંગાળમાં સંભવિત જીતનો સંકેત ગણાવ્યો હતો. બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ ઉજવણી દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, “ગંગાજી બિહારથી બંગાળ સુધી વહે છે. બિહારની જીતે પશ્ચિમ બંગાળમાં વિજયનો રસ્તો ખોલી દીધો છે.”

Continues below advertisement

 

હવે જ્યારે શરૂઆતી વલણો પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન તરફ ઈશારો કરી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ભાજપનું હાઈ-એનર્જી ચૂંટણી અભિયાન, જેમાં પીએમ મોદીની વ્યાપક જનસભાઓ અને સંપર્ક અભિયાન સામેલ હતા, તેની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જો આ વલણો પરિણામોમાં બદલાશે તો આઝાદી પછી પ્રથમ વખત બનશે જ્યારે ભાજપ પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવશે.

Continues below advertisement

આ પણ વાંચો...તમિલનાડુમાં અભિનેતા વિજયને કામ આવી પ્રશાંત કિશોરની સલાહ; 7 મહિના પહેલા જ કરી દીધી હતી જાહેરાત

ભારતીય જનતા પાર્ટીની બમ્પર સરસાઈ

સોમવારે મતગણતરીના પહેલા 4 કલાકના વલણોમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ કરતા ઘણી આગળ જોવા મળી હતી. બપોર સુધીમાં 293 માંથી 266 બેઠકોના વલણો ઉપલબ્ધ હતા, જેમાં ભાજપ 192 બેઠકો પર આગળ હતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 92 બેઠકો પર સરસાઈ જાળવી રહી હતી. વળી લેફ્ટ ફ્રન્ટ-AISF 1 બેઠક અને AJUP પણ 1 બેઠક પર આગળ હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દક્ષિણ કોલકાતાની હાઈ-પ્રોફાઈલ ભવાનીપુર બેઠક પર ભાજપના સુવેન્દુ અધિકારી સામે સરસાઈ જાળવી રહ્યા છે. બીજી તરફ અધિકારી પૂર્વ મિદનાપુર જિલ્લાની નંદીગ્રામ બેઠક પરથી પણ આગળ ચાલી રહ્યા છે, જ્યાંથી તેઓ આ વખતે પણ ચૂંટણી લડી રહ્યા છે.

મુખ્ય નિર્વાચન અધિકારી મનોજ કુમાર અગ્રવાલનું નિવેદન

આ દરમિયાન રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી મનોજ કુમાર અગ્રવાલે જણાવ્યું છે કે વિજય સરઘસ કાઢતા પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા નિર્વાચન અધિકારીની પરવાનગી લેવી ફરજિયાત રહેશે. તેમણે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી હતી કે તેઓ સત્તાવાર પરિણામ આવ્યા બાદ સંયમ જાળવે અને કોઈપણ પ્રકારની હિંસાથી બચે. ચૂંટણી પંચે આ વખતે સાવચેતીના ભાગરૂપે રાજ્યમાં કેન્દ્રીય દળોની 700 કંપનીઓની તૈનાતી અનિશ્ચિતકાળ માટે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે, જેથી 2021 જેવી પોસ્ટ-પોલ હિંસાની ઘટનાઓને રોકી શકાય. આ ઉપરાંત દક્ષિણ 24 પરગણા જિલ્લાની ફાલ્ટા વિધાનસભા બેઠક પર 21 મે ના રોજ પુનઃ મતદાન થશે, જ્યારે તેના પરિણામો 24 મે ના રોજ જાહેર કરવામાં આવશે.