સુવેન્દુ અધિકારીએ શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ બંગાળના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
West Bengal CM Oath: સુવેન્દુ અધિકારીસાથે અન્ય ક્યાં નેતાઓએ મંત્રી પદના લીધા શપથ
સુવેન્દુ અધિકારીએ આજે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળતા પદ અને ગુપ્તતાના શપથ લીધા. આ મહત્વપૂર્ણ પ્રસંગ પહેલા, રાજ્યપાલ આર.એન. રવિએ બંધારણની કલમ 164(1) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને અધિકારીને રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યા. શપથ ગ્રહણ સમારોહ પછી, અધિકારીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સંપર્ક કર્યો, તેમનું સ્વાગત કર્યું અને આભાર વ્યક્ત કર્યો.

- સુવેન્દુ અધિકારીએ રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.
- સુવેન્દુ સાથે દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ સહિત પાંચ મંત્રીઓએ શપથ લીધા.
- ભાજપે 207 બેઠકો જીતી, 15 વર્ષથી શાસન કરતી તૃણમૂલ કોંગ્રેસને હરાવી.
- ભાજપની જીત ભારતીય રાજકારણમાં એક મુખ્ય વળાંક તરીકે જોવામાં આવી રહી છે.
Suvendu Adhikari: શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીએ શપથ લીધા ત્યારે પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો અધ્યાય ઉમેરાયો. મધ્ય કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડને ભવ્ય સમારોહ માટે ખાસ શણગારવામાં આવ્યું હતું. ભાજપની ઐતિહાસિક જીત બાદ આયોજિત આ શપથ ગ્રહણ સમારોહને રાજ્યના રાજકારણમાં મોટા પરિવર્તનના પ્રતીક તરીકે જોવામાં આવી રહ્યો છે. 15 વર્ષથી શાસન કરતી ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસને ઉથલાવીને ભાજપે 294 સભ્યોની પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 207 બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો પર સમેટાઇ ગઈ હતી.
સુવેન્દુ સાથે કયા નેતાઓએ લીધા શપથ?
સુભેન્દુ અધિકારીની સાથે આજે વધુ પાંચ લોકોએ શપથ લીધા. જેમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનિયા, ખુદીરામ ટુડુ અને નિશીથ પ્રામાણિકનો સમાવેશ થાય છે.
ખુદીરામ ટુડુએ શપથ લીધા
બંગાળના બાંકુરા જિલ્લાના રાણીબંધ મતવિસ્તારના ધારાસભ્ય ખુદીરામ ટુડુએ મંત્રી તરીકે શપથ લીધા છે.
અશોક કીર્તનિયાએ પણ મંત્રી તરીકે શપથ લીધા.
બંગાળના એક અગ્રણી ભાજપના નેતા અશોક કીર્તનિયાએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ બાણગાંવ ઉત્તરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા.
અગ્નિમિત્રા પોલે મંત્રી તરીકે શપથ લીધા
પશ્ચિમ બંગાળમાં ભાજપના અગ્રણી મહિલા નેતા અગ્નિમિત્રા પોલે પણ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ બંગાળમાં ભાજપના ઉપાધ્યક્ષ છે.
શુભેન્દુ સહિત છ નેતાઓ શપથ લીધા.
પશ્ચિમ બંગાળમાં આજે પાંચ મંત્રીઓ શપથ લઈ રહ્યા છે - દિલીપ ઘોષ
અગ્નિમિત્રા પોલ
અશોક કિર્તનિયા
નિશીથ પ્રામાણિક
ખુદીરામ ટુડુ
આ પણ વાંચો:તમિલનાડુમાં વિજયની પાર્ટી TVK એ પાર કર્યો જાદુઈ આંકડો, 121 ધારાસભ્યોનું સમર્થન
દિલીપ ઘોષે પણ શપથ લીધા
ખડગપુરથી ચૂંટાયેલા ભાજપ ધારાસભ્ય દિલીપ ઘોષે પણ મંત્રી તરીકે શપથ લીધા.
પશ્ચિમ બંગાળના લોકો માટે આ એક મોટો દિવસ છે - રૂપા ગાંગુલી
નવચૂંટાયેલા ભાજપ ધારાસભ્ય રૂપા ગાંગુલીએ કહ્યું કે પશ્ચિમ બંગાળના લોકો માટે આ એક મોટો દિવસ છે. તેમણે ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેઓ રાજ્યનો વિકાસ સુનિશ્ચિત કરશે.
#WATCH | Kolkata, West Bengal: BJP MLA-elect Rupa Ganguly says, "This is a very big day for the people of West Bengal. They have placed their confidence in the BJP, and we will ensure the state’s development..." pic.twitter.com/dnzKKSa9sv
— ANI (@ANI) May 9, 2026
પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતને ભારતીય રાજકારણમાં એક મુખ્ય વળાંક તરીકે જોવામાં આવી રહી છે. તે હિન્દી પટ્ર્ટીથી આગળનીકળી ચૂકી છે. હિન્દુત્વ અને કલ્યાણકારી યોજનાઓ દ્વારા પોતાની સક્ષમતા સ્થાપિત કરી ચૂકી છે. આ વિપક્ષ માટે ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે તેમની વોટ બેંકનું વિભાજન ભાજપની જીતમાં મુખ્ય પરિબળ હતું.
Frequently Asked Questions
શુવેન્દુ અધિકારીએ ક્યાં અને ક્યારે શપથ લીધા?
શપથ ગ્રહણ સમારોહમાં સુવેન્દુ અધિકારી સિવાય કયા નેતાઓએ શપથ લીધા?
સુવેન્દુ અધિકારી સાથે દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનિયા, ખુદીરામ ટુડુ અને નિશીથ પ્રામાણિક સહિત પાંચ અન્ય નેતાઓએ શપથ લીધા.
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કેટલી બેઠકો મળી?
ભાજપે 294 સભ્યોની પશ્ચિમ બંગાળ વિધાનસભામાં 207 બેઠકો જીતી હતી, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ 80 બેઠકો પર રહી ગઈ હતી.
રૂપા ગાંગુલીએ પશ્ચિમ બંગાળના લોકો વિશે શું કહ્યું?
રૂપા ગાંગુલીએ કહ્યું કે આ પશ્ચિમ બંગાળના લોકો માટે મોટો દિવસ છે અને ભાજપ રાજ્યના વિકાસને સુનિશ્ચિત કરશે.





















