Corona new variant: દક્ષિણ આફ્રિકામાં મળેલ કોરોનાનો નવો વેરિયન્ટ C 1.2 વધુ સંક્રામક હોઇ શકે છે. તે કઇ રીતે શરીરને ગંભીર રીતે બીમાર કરે છે અને તેનું વુહાન સ્ટ્રેન સાથે શું કનેકશન છે, જાણીએ.


 દક્ષિણ આફ્રિકામાં મળેલ કોરોનાનો (Corona)નવો વેરિયન્ટ C 1.2  વધુ સંક્રામક હોઇ શકે છે. આ વેરિયન્ટ પર થયેલા અધ્યયન બાદ વૈજ્ઞાનિકોએ આ પ્રકારનો દાવો કર્યો છે. રિસર્ચ મુજબ કોરોનાનો નવો વેરિયન્ટ C 1.2 સુરક્ષા ચક્રને પણ માત આપી શકે છે એટલે કે કોવિડની વેક્સિન પણ તેની સામે બેઅસર થઇ શકે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, દક્ષિણ આફ્રિકામાં મળેલ કોરોનાનો નવો વેરિયન્ટ C 1.2 વધુ સંક્રામક હોઇ શકે છે. તે કઇ રીતે શરીરને ગંભીર રીતે બીમાર કરે છે અને તેનું વુહાન સ્ટ્રેન સાથે શું કનેકશન છે, જાણીએ.


C 1.2 શું છે અને વુહાન સાથે શું છે કનેકશન?
C 1.2ના રિસર્ચર્સએ “મ્યુટેશનનું તારામંડળ” કહ્યું છે  કેટલાક લોકોએ તેમને બાકી વેરિયન્ટ સામે  ખુબ જ મ્યુટેડેટ  દર્શાવ્યો છે.  મૂળ વુહાન (wuhan) સ્ટ્રેનના (strain) મુકાબલે તેમાં  44થી 59 મ્યુટેશન્સ અલગ છે, મોટાભાગના મ્યુટેશન્સ સ્પાઇક પ્રોટીનમાં  છે. જેની મદદથી  વાયરસ ઇન્સાની કોશિકા પર હુમલો કરે છે.  છેલ્લા 17 મહિનાનો અનુભવ એ જ દર્શાવે છે કે, સ્પાઇક પ્રોટીન્સના મ્યુટેશંસ સંક્રામકતા વધારે છે. વાયરસની ક્ષમતામાં વધારો કરી શકે છે અથવા તો પછી બંને. દક્ષિણ આફ્રિકામાં છેલ્લા 2 મહિનાથી નોધાયેલા કેસમાં 2 ટકા કેસ આ વેરિયન્ટના જોવા મળ્યાં છે.


સૌથી વધુ ખરાબ સ્થિતિ એ છે કે, C 1.2 સંક્રામક પણ છે અને ગંભીર રીતે બીમારી પણ કરી શકે છે. સૌથી ચિંતાજનક વાત એ છે તે, સી1.2 વેક્સિનના સુરક્ષાચક્રને ભેદે છે. એટલે કે વેક્સિન તેની સામે બેઅસર છે.  ડેલ્ટા વેરિયન્ટ પણ આ જ ક્ષમતા સાથે સંપૂર્ણ દુનિયામાં સંક્રમણ ફેલાઇ રહ્યો છે.