ટ્રૂનેટ તે ચિપ બેઇઝડ પોર્ટેબલ બેટરી ઓપરેટ એક ડિવાઇસ છે. આ કિટ સામાન્ય રીતે પહેલા ટીબીને ડિટેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતી હતી. ટ્રૂ નેટની કિટને Goa-based કંપનીએ વિકસાવી હતી. તે ટીવીને બેકટેરિયા ડિટેક્ટ કરીને એકથી ત્રણ કલાકમાં રિપોર્ટ આપે છે. ટીબીના ટેસ્ટિંગ માટે  માટે તે કારગર છે.  


વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશને ટીબીના ટેસ્ટિંગ માટે તેને 100 ટકા માન્યતા આપી છે. આ ટેસ્ટને PCR ટેસ્ટનું  સ્મોલ મોડલ માનવામાં આવે છે. તેનો ઉપયોગ સરળતાથી સામાન્ય તાલિમથી લઇ શકાય છે.


ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસચર્સ (ICMR)એ આ ટેસ્ટને કોરોના વાયરસનો ટેસ્ટ કરવા માટે પણ મંજૂરી આપી છે. ટૂનેટના ટેસ્ટથી કોવિડ -19નો વાયરસ શરીરમાં છે કે નહીં તે જાણી શકાય છે.


કોવિડ -19 માટે ટ્રૂનેટ ટેસ્ટ


કોવિડ-19ના ટેસ્ટ માટે કંપનીએ આ કિટને થોડી મોડીફાય કરી છે. આ ટેસ્ટમાં ટ્રેઇન થયેલા ટેકનિશ્યિન પીપીઇ કિટ પહેરીને પેશન્ટના ગળા અને મોમાંથી સ્વેબ લે છે.સાર્સ-કોવી -2 વાયરસ કે જેનાથી COVID-19 થાય છે તેમાં DNA નથી, પરંતુ તેમાં RNA પરમાણુ છે. કોવિડનો વાયરસ DNAમાં નહીં પરંતુ RNAમાં હોય છે. આરટીપીસીઆરમાં જીન કેપ્ટર થયા પહેલા    RNAને DNA પરમાણુંમાં પરિવર્તિત કરે છે.


ટ્રૂનેટ ટેસ્ટ શું છે અને કેવી રીતે થાય છે?


ટ્રૂનેટ મશીન દ્રારા ન્યુક્લિક એમ્પ્લીફાઇડ ટેસ્ટ કરવામાં આવે છે. હજું આ ટેસ્ટમાં પણ ગળા અને નાકમાંથી જ સ્વેબ લેવામાં આવે છે. આ વાયરસના ન્યુક્લિયિક  મટીરિયલને બ્રેક કરીને DNACને RNAની તપાસ થાય છે અને રિઝલ્ટ ત્રણ કલાકમાં મળી જાય છે.


આ ટેસ્ટ કેટલો વિશ્વનિય અને સચોટ?


આ ટેસ્ટ 60થી 70 ટકા કોરોનાના સંક્રમણની સંભાવનાને દર્શાવે છે. નેગેટિવ આવ્યાં બાદ આરટી પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે.


ટ્રૂનેટ ટેસ્ટની કિંમત


ટ્રનેટ ટેસ્ટનની કિંમત અંદાજિત 1250ની આસપાસ છે.  ટૂનેટ ટેસ્ટ દ્રારા કોવિડ-19 વાયરસ કેવી રીતે ડિટેક્ટ થાય છે. તેનું વ્યાપક પરિક્ષણ ભારતમાં થઈ ચૂક્યું છે.