Weather :હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી 7 દિવસ લધુતમ તાપમાનમાં કોઇ ખાસ ફેરફારના આસાર નથી. સવારે અને સાજે ઠંડા પવનો વહેતા થોડી ઠંડી અનુભવાશે. રાત્રે એકાદ ડિગ્રી તાપમાન ઘટે તેવી શકયતા છે. આગામી ચાર દિવસ સુધી મહારાષ્ટ્રમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે.

Continues below advertisement

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 6 અને 7 ડિસેમ્બરે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપશ્ચિમ ઝારખંડ અને ઉત્તરી ઓડિશામાં કોલ્ડ વેવ યથાવત રહેવાની શક્યતા છે. 6 ડિસેમ્બરે ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા જોવાઇ રહી છે જેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે.

જમ્મુ અને કાશ્મીર તેમજ અન્યત્ર હિમવર્ષાની સંભાવના છે. 6 અને 8 ડિસેમ્બરે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને ઝફ્ફરાબાદમાં હળવો થી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે. 7 ડિસેમ્બરે હિમાચલ પ્રદેશમાં અને 7અને 8 ડિસેમ્બરે ઉત્તરાખંડમાં હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે.            

Continues below advertisement

દિલ્હીમાં વધશે ઠંડીનું પ્રમાણ

આઇએમડીએ દિલ્હીમાં ઠંડી વધવાની આગાહી કરી છે. શનિવારે લઘુત્તમ તાપમાન 7 થી 9 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે. 6 ડિસેમ્બરે સવારે ધુમ્મસ રહેવાની ધારણા છે. ત્યારબાદ આકાશ સ્વચ્છ રહેશે.

રાજસ્થાનમાં તીવ્ર ઠંડી રહેશે યથાવત

રાજસ્થાનના ઘણા ભાગોમાં તીવ્ર ઠંડીની સ્થિતિ યથાવત રહેશે. જયપુરના હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, ઘણી જગ્યાએ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી રહ્યું છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ સ્થિતિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

આગામી 17 થી 24 વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી

ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, ધીમે ધીમે રાત્રિના સમયે અને સવારના સમયે શિયાળાની ઠંડી અનુભવાઇ રહી છે. પરંતુ હવે આ બધાની વચ્ચે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 17 થી 24 ડિસેમ્બરે રાજ્યમાં માવઠુ થઇ શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તાજેતરમાં જ આગાહી કરી છે કે, આગામી 17 ડિસેમ્બરની આસપાસ રાજ્યમાં હળવા માવઠાની શક્યતા છે, જ્યારે 18 થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં માવઠું થવાની શક્યતા છે. 18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનશે. તેના ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. જેથી ફરીથી ડિસેમ્બરના મધ્યમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપતા કહ્યું કે, માવઠાને લઈને કેટલા પાકો પર વિપરીત અસર થઈ શકે છે. ખાસ કરીને જીરા જેવા પાકો, મસાલાના પાકોમાં રોગ આવવાની શક્યતા દેખાઈ રહી છે. તુવેર જેવા પાકોમાં પણ અને કપાસ જેવા પાકોમાં માવઠાની અસર થઈ શકે છે.