Anant Radhika Wedding Reception: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના(Mukesh Ambani) નાના પુત્ર અનંત અંબાણી (Younger Son Anant Ambani) અને રાધિકા મર્ચન્ટના (Radhika Merchant) લગ્ન બાદ શનિવારે (13 જુલાઈ, 2024)ના રોજ આયોજિત શુભ આશીર્વાદ સમારોહમાં વિશ્વભરની હસ્તીઓનો મેળાવડો થયો હતો. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોડી સાંજે સમારોહમાં હાજરી આપી અનંત રાધિકાને આશીર્વાદ આપ્યા હતા. આ દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ ત્યાં ઉભા હતા.


આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નજીકમાં બેઠેલા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પાસે પહોંચ્યા અને તેમના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. પીએમને આશીર્વાદ આપવાની સાથે અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ તેમના ગળામાંથી રુદ્રાક્ષની માળા કાઢીને પહેરાવી હતી.


અનંત-રાધિકાના લગ્નના શુભ સમારોહમાં બોલિવૂડ, રાજકારણ, હોલીવુડ, બિઝનેસ સહિત દેશ અને દુનિયાના ઘણા સ્ટાર્સ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા. PM મોદી જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરની મુલાકાત લેશે તેવી અગાઉથી કોઈ સત્તાવાર માહિતી નહોતી. પીએમ મોદી આજે મુંબઈના પ્રવાસે હતા અને અહીં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી પીએમએ અચાનક અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં જવાનો પ્લાન બનાવ્યો હતો.






રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના  નાના પુત્ર અનંત અંબાણીએ  12 જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન માટેના કાર્યક્રમો લગભગ 6 મહિનાથી ચાલતા હતા. અંબાણી પરિવારે લગ્ન પહેલા બે પ્રી-વેડિંગ પ્રોગ્રામ પણ આયોજિત કર્યા હતા. આ કાર્યક્રમોમાં ભારત અને વિદેશના અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો. આમાં બિઝનેસ, મનોરંજન, રમતગમત અને રાજકારણની હસ્તીઓ પણ સામેલ હતી. વેપાર જગત માટે અનંત અને રાધિકાના લગ્નના ઘણા અર્થ હતા. આ લગ્ને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સમગ્ર વિશ્વમાં એક બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.


નિષ્ણાતોના મતે, અન્ય અમીર લોકોથી વિપરીત, અંબાણી પરિવારે ભારતમાં લગ્નના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આનાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળ્યો. આ ઉપરાંત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું બિઝનેસ ગ્રુપ તરીકે વિશ્વભરના લોકોમાં સન્માન પણ વધ્યું છે. ભારતના સૌથી અમીર વ્યક્તિના ઘરે થઈ રહેલા આ લગ્ન અને તેમાં હાજર રહેલા મહેમાનો પર સમગ્ર વિશ્વના મીડિયાની નજર હતી. આ લગ્નમાં જસ્ટિન બીબર અને રિહાના સહિત ઘણા ગ્લોબલ સુપરસ્ટાર્સ હાજર રહ્યા હતા.