Prime Minister Security Breach: પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલામાં થયેલી સુરક્ષા ચૂક મામલે કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઇરાનીએ પ્રેસ કોન્ફ્રન્સ કરી પંજાબ મુખ્યમંત્રી અને કોગ્રેસ હાઇકમાનને સવાલ કર્યા હતા. તેમણે પૂછ્યું કે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ કેમ વડાપ્રધાન સુરક્ષા પ્રોટોકોલ અને તેના ઉલ્લંઘન અંગે એક નાગરિક (પ્રિયંકા ગાંધી)ને જાણકારી આપી. તેમણે કહ્યું કે કેમ તે નાગરિક જે ગાંધી પરિવારનો હિસ્સો છે તે આ મામલાને જાણવામાં રસ દાખવે છે.


 ત્યારબાદ કેન્દ્રિય મંત્રીે સ્મૃતિ ઇરાનીએ કોગ્રેસ હાઇકમાન્ડને સવાલ કરતા કહ્યું કે હું કોગ્રેસ હાઇકમાન્ડને સવાલ પૂછું છું કે કેમ પંજાબમાં કોગ્રેસના નેતૃત્વ ધરાવતી સરકારની સક્રીય મિલિભગતના કારણે વડાપ્રધાન સુરક્ષાના ઉપાયોને જાણીજોઇને તોડવામાં આવ્યા. આખરે કેમ કોગ્રેસમાં કોણે વડાપ્રધાન સુરક્ષાનો ભંગ કરીને તેનો ફાયદો ઉઠાવવા માંગ્યો?






 વાસ્તવમાં છેલ્લા સપ્તાહમાં  જ વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક થઇ હતી. વડાપ્રધાનને ફિરોઝપુરના રસ્તામાં શહીદ સ્મારક જતા સમયે પ્યારેઆના ગામમાં 20 મિનિટ સુધી રાહ જોયા બાદ પરત ફરવુ પડ્યું હતુ. વડાપ્રધાને ભઠિંડા એરપોર્ટ પર અધિકારીઓને કહ્યું કે તમારા મુખ્યમંત્રીનો આભાર માનજો કે હું જીવિત ભઠિંડા એરપોર્ટ પર પરત ફર્યો છું.


આ સંબંધમાં રાજ્ય સરકારે કેન્દ્રને મોકલેલી એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘટના સંબંધમાં ફિરોઝપુરમાં એક એફઆઇઆર દાખલ કરાઇ છે. પંજાબ સરકારે કહ્યું  હતું કે મોદીના પ્રવાસ દરમિયાન સુરક્ષામાં કોઇ ચૂક થઇ નથી. આ મામલાની તપાસ માટે ગુરુવારે સમિતિની જાહેરાત કરાઇ હતી. સમિતિને ત્રણ દિવસમાં રિપોર્ટ આપવાનું કહેવામાં આવ્યું છે.


આ અગાઉ આજે કેન્દ્રની એક ટીમ ફિરોઝપુર પહોંચી હતી અને વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. રાજ્ય સરકારે કેન્દ્રને એક રિપોર્ટ સોંપ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઘટના સંબંધમાં એક એફઆઇઆર દાખલ કરાઇ હતી.