Who Is Anand Giri: અખિલ ભારતીય અખાડા પરિષદના અઘ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિના મોતના મામલામાં આરોપી આનંદ ગિરિની ધરપકડ કરી લેવાઇ છે,
નરેન્દ્ર ગિરિના અન્ય શિષ્યોની ફરિયાદ બાદ તેમની સામે ફરિયાદ નોંધાઇ હતી. જો કે ધરપકડ પહેલા તેમના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં હતા. હાલ પોલીસે તેની ધરપકડ કરી લધી છે અને સઘન પૂછપરછ કરી રહી છે.
અહી સવાલ એ છે કે આખરે આ આનંગ ગિરિ કોણ છે અને નરેન્દ્ર ગિરિ સુધી કઇ રીતે પહોંચ્યો. આનંદગિરિ રાજસ્થાનના ભીલવાડાના આસીંદ વિસ્તારના સરેરી ગામનો નિવાસી છે. તેનું અસલી નામ અશોક છે. તેમના પિતાનું નામ રામેશ્વર રામ ચોટિયા છે. તે તેમના ચાર ભાઇઓમાં સૌથી નાનો છે. 1997માં આનંદગિરિ 12 વર્ષનો હતો ત્યારે ઘર છોડીને હરિદ્વાર જતો રહ્યો હતો. હરિદ્વારમાં તેમની મુલાકાત નરેન્દ્ર ગિરિ સાથે થઇ. મુલાકાત બાદ નરેન્દ્ર ગિરિએ પૂછ્યું કે, તું શું કરવા ઇચ્છે છે તો જવાબમાં આનંદે કહ્યું કે, તે ભણવા માંગે છે. નરેન્દ્ર ગિરિએ આનંદે તેની શિક્ષા દિક્ષા કરાવી.
ટીવી જોતા પરિવારજનોએ તેને ઓળખ્યો
ટીવી ચેનલ સંસ્કારમાં તેનું પ્રવચન આવતું હતું. આ સમયે તેના પરિવારે તેને જોયો અને તેને ઓળખી ગયા. 2021માં તે નરેન્દ્ર ગિરિ સાથે તેમના ગામમાં પણ આવ્યાં હતા. નરેન્દ્ર ગિરિએ તેને પરિવારની સામે દિક્ષા અપાવી અને તે અશોકમાંથી આનંદ ગિરિ બની ગયો.
આનંદ ગિરિ પર હત્યાનો આરોપ કેમ?
નરેન્દ્ર ગિરિ સાથે આનંદ ગિરિનો બહુ જુનો વિવાદ ચાલતો હતો. જેના કારણે તેના પર હત્યાનો આરોપ છે. આ વિવાદનું કારણ બાધમ્બરી ગાદીની 300 વર્ષ જૂની વસિયત છે. જેને નરેન્દ્ર ગિરિ સંભાળતા હતા. થોડા વર્ષો પહેલા આનંદ ગિરિએ 40 કરોડની 8 વીઘા જમીન વેચી નાખવાન આરોપ નરેન્દ્ર ગિરિ પર લગાવ્યો હતો, ત્યારબાદ આ વિવાદ વકર્યો હતો. આનંદે અખાડાના સચિવની હત્યાનો આરોપ પણ નરેન્દ્ર ગિરિ પર લગાવ્યો હતો,.આનંદ ગિરિના પિતા ખેડૂત છે. એક ભાઇ શાકભાજીની દુકાન ચલાવે છે. બે ભાઇઓ સુરતમાં કચરો એકઠું કરવાનું કામ કરે છે.