Coronavirus:કોરોનાની બીજી લહેર દેશ માટે પડકારરૂપ સાબિત થઇ છે. બીજી લહેરમાં સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોવિડ-19નું મુખ્ય લક્ષણ નબળાઇ છે. જો થાક અનુભવાતી હોય તો આ કોરોનાનું લક્ષણ હોઇ શકે છે. રિકવરી બાદ પણ જો થાક અનુભવાય તો પ્રોટીનયુક્ત ડાયટ લઇને અને પુરતીી ઊંઘ સહિત આ ઉપાય કરીને આ સમસ્યાને દૂર કરી શકાય છે.
કોવિડમાં નબળાઇ કેમ અનુભવાય છે
કોવિડ-19ના સંક્રમણ બાદ શરૂઆતના લક્ષણોમાં નબળાઇ અનુભવવી થાક લાગવો સામાન્ય લક્ષણ છે.જો લાંબા સમયથી થાક અનુભવાય તો આ કોવિડ-19ના લક્ષણો હોઇ શકે છે. નિષ્ણાતના મત મુજબ સંક્રમણ અને સોજોથી રાહત માટે શરીરની પ્રતિરક્ષા પ્રણાલી દ્રારા સાઇટોકોન્સના કારણે થકાવટ લાગે છે. સંક્રમણ સાથે લડ્યાંની સાથે શરૂઆતના સમયમાં આપ સુસ્તી, થાક મહસૂસ કરી શકો છો. ડબ્લ્યૂએચઓની રિપોર્ટ મુજબ થાક કોવિડ-19 સંક્રમણની ત્રીજું સૌથી સામાન્ય સંકેત છે.
કોવિડના દર્દીના સંક્રમણ પહેલા અને બાદ થાક અનુભવાય છે. જો કે કેટલાક કિસ્સામાં થકાવટ અને નબળાઇ અનુભવવાનું બીજું કારણ પણ હોય છે. તો અહીં એ જાણવું જરૂરી છે કે, શરીરમાં વાયરસના લોડના કારણે નબળાઇ અનુભવાય રહી છે કે પછી તેનું કોઇ અન્ય કારણ છે. કોવિડના જાણકાર માને છે કે, શરીરમાં નબળાઇ અનુભવવી એ એખ કોવિડનું મુખ્ય લક્ષણ છે., કેટલાક કેસમાં રીકવરી બાદ પણ નબળાઇ અનુભવાય છે. જો કે થકાવટ અનુભવવાના બીજા પણ અન્ય કારણ છે. જેમકે ડીહાઇડ્રેશન, તણાવ, વર્ક લોડ, ખરાબ જીવન શૈલી, આ બધા જ કારણે પણ શરીરમાં થાક અનુભવાય છે. તો અહીં સવાલ એ થાય કે,. કોવિડના થાક અને અન્ય થાકમાં શું તફાવત છે, કઇ રીતે આ તફાવતને ઓળખવો જાણીએ..
કોવિડની થકાવટ કઇ રીતે અલગ છે?
ડોક્ટરના મત મુજબ સામાન્ય થાક અને કોવિડના થાકમાં ખૂબ જ મોટો ફરક હોય છે. શું ફરક હોય છે સમજીએ. કોવિડમાં કોઇ કામ કર્યાં વિના જ ખૂબ જ થાક લાગે છે. ઉપરાંત જો સામાન્ય થકાવટ હશે તો આરામ કરવાથી બધું જ નોર્મલ થઇ જાય છે જ્યારે કોવિડના કારણે અનુભવાથી નબળાઇ અને થકાવટમાં એવું નથી બનતું. કોવિડ વાયરસના સંક્રમણ બાદ લાગતો થાક કલાકો નહીં પરંતુ દિવસો સુધી રહે છે. જો રીતે દિવસો સુધી થકાવટ, નબળાઇ અનુભવાય તો કોવિડના સંકેત હોઇ શકે છે. તેને નજરઅંદાજ ન કરવા અને ડોક્ટરની સલાહ લેવી, બેથી ત્રણ દિવસ સુધી જો આ જ સ્થિતિ રહે તો કોવિડનો RT-PCR ટેસ્ટ કરાવવો. કોવિડ બાદ પણ નબળાઇ લાગે તો નિષ્ણાતો પ્રોટીન યુક્ત આહાર અને પુરતી ઉંઘ લેવાની સલાહ આપે છે.