શિમલાઃ પતિ પત્નીને સોશિયલ સાઇટ વોટ્સએપ પર ચેટ કરતા અટકાવતો હતો. વોટ્સએપ પર ચેટ કરતાં રોકડા પત્ની અકડાઈ હતી અને ગુસ્સામાં પતિના દાંત તોડી નાંખ્યા હતા. સાથે જ પતિને લાકડીઓ વડે હુમલો કર્યો અને માર માર્યો હતો. આ મામલે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં એફઆઈઆઈ નોંધાઈ છે. આ મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે.
મળતી માહિતી મુજબ, ઠિયોગ પોલીસ સ્ટેશન વિસ્તારના છૈલાનો કિસ્સો છે. પતિને ચેટિંગ કરતી વખતે પત્નીને રોકવી મોંઘું પડ્યું હતું. પત્નીને એટલો બધુ ગુસ્સો આવ્યો અને મૂડ ખરાબ થઈ જતા પત્નીએ પતિને ખરાબ રીતે માર માર્યો હતો. પત્નીએ પતિ પર લાકડીથી હુમલો કર્યો હતો જેના કારણે પતિના ત્રણ દાંત તૂટી ગયા હતા. આ ઘટના ગુરુવારે સાંજે શિમલાને અડીને આવેલા ઠિયોગમાં બની હતી. ઈજાગ્રસ્ત પતિની ફરિયાદના આધારે અને મેડિકલ રિપોર્ટના આધારે પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ હુમલાની કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે.
મળતી માહિતી મુજબ, ચૈલાના એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે તેની પત્ની ફોન પર કોઈની સાથે ચેટ કરી રહી હતી. જ્યારે તેણે તેની પત્નીને આ વિશે પૂછ્યું તો તે મોટેથી ચીસો પાડવા લાગી. પત્નીએ તેનો રસ્તો રોકી દીધો અને તેના પર લાકડીથી હુમલો કર્યો અને તેના ત્રણ દાંત તોડી નાંખ્યા હતા.
શિમલાની એસપી મોનિકાએ શું કહ્યું?
શિમલા એસપી મોનિકાએ શુક્રવારે જણાવ્યું હતું કે આરોપી મહિલા સામે IPC ની કલમ 341,323 અને 506 હેઠળ કેસ દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેસની તપાસ પૂર્ણ થયા બાદ જ ખબર પડશે કે હુમલાનું કારણ શું હતું?
આ પણ વાંચોઃ ભારતની આ જાણીતી હોટલના સલૂનને ખોટી રીતે વાળ કાપવા મોંઘા પડ્યા, 2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા આદેશ