Abdul Karim Tunda: અજમેરની એક અદાલતે 1993માં દેશમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટો સાથે સંબંધિત કેસના મુખ્ય આરોપી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો હતો. ટુંડાને નિર્દોષ જાહેર કર્યાના એક દિવસ બાદ એટલે કે શુક્રવારે તેને ફરી જેલમાં ધકેલી દેવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) 1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કરવા સામે અરજી દાખલ કરશે. મળતી માહિતી મુજબ સીબીઆઈ આ અપીલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરશે.






-શું  છે કેસ 


આ ઘટના 6 ડિસેમ્બર 1993ના રોજ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં બની હતી. આતંકીઓએ ટ્રેનમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. આ ઘટનાને બાબરી મસ્જિદ ધ્વંસની પ્રથમ વરસીનો બદલો ગણાવી હતી. આ કેસમાં 17 આરોપી ઝડપાયા હતા. આમાંથી 3 (ટુંડા, હમીદુદ્દીન, ઈરફાન અહેમદ) પર ગુરૂવારે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે હમીદુદ્દીનની 10 જાન્યુઆરી 2010ના રોજ, ઈરફાન અહેમદની 2010 પછી અને ટુંડાની 10 જાન્યુઆરી 2014ના રોજ નેપાળ બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી હતી.    


કોણ છે અબ્દુલ કરીમ ટુંડા?


સૈયદ અબ્દુલ કરીમ ટુંડાનો જન્મ 1941માં થયો હતો. તે ગાઝિયાબાદના પિલખુઆમાં મોટો થયો હતો. તે 11 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું. આ પછી તેણે સુથાર, વાળંદ, મિટર વર્કર અને બંગડી બનાવનાર તરીકે કામ કર્યું. તેને આ કામ એક જગ્યાએ મળી શક્યું નહીં. દેશના જુદા જુદા ભાગોમાં રહીને તેણે આ કામો કર્યા હતા. આ સમય દરમિયાન તેણે ઝરીના યુસુફ નામની મહિલા સાથે લગ્ન કર્યા અને ઈમરાન, રશીદા અને ઈરફાન નામના ત્રણ બાળકોને જન્મ આપ્યો.


અબ્દુલ કરીમ ટુંડાની ગતિવિધિઓ શંકાસ્પદ બનવા લાગી અને તે ઘણા દિવસોથી ઘરેથી ગાયબ થવા લાગ્યો. વર્ષ 1981માં તે પોતાની પહેલી પત્ની ઝરીનાને છોડીને ગાયબ થઈ ગયો હતો. આ પછી, જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેની બીજી પત્ની મુમતાઝ તેની સાથે હતી. મુમતાઝ અમદાવાદ, ગુજરાતની રહેવાસી હતી.