નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થવા માંડ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને સતર્ક રહેવા ચેતવણી આપી દીધી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રાજ્યોને મોકલાયેલા લેટરમાં કહેવાયું છે કે, કોરોનાન નવા વાયરસ ઓમિક્રોનનો સામનો કરવા માટે વોરરૂમ એક્ટિવ કરી દેવો જોઈએ અને જરૂર જણાય ત્યાં નાઈટ કર્ફ્યૂ પણ લાગુ કરી દેવો જોઈએ. મોદી સરકાર કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ફરી લોકડાઉન લદાશે એવી વાતો ચાલી રહી છે પણ કેન્દ્રના સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવ રાજેશ ભૂ।ણે મોકલેલા પત્રમાં એવો કોઈ ઉલ્લેખ નથી.


કેન્દ્રે કહ્યું છે કે ઓમિક્રોન કોરોનાના જૂના વેરિયન્ટ ડેલ્ટાની સરખામણીમાં ત્રણ ગણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. એટલા માટે જરૂરી ઉપાયો શરૂ કરી દો. મંગળવારે રાજ્યોને મોકલાયેલા લેટરમાં કહેવાયું છે કે ઓમિક્રોનનો સામનો કરવા માટે વોરરૂમ એક્ટિવ કરી દેવો જોઈએ અને જરૂર જણાય ત્યાં નાઈટ કર્ફ્યૂ પણ લાગુ કરી દેવો જોઈએ. ઓમિક્રોન અને ડેલ્ટા બન્ને વેરિયન્ટ દેશમાં હાલ એક્ટિવ છે. એટલા માટે ભાવી રણનીતિને ઘડીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવાની જરૂર છે.


ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 25માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.   


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 6317 નવા કેસ નોંધાયા છે અને 318  સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 6906 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 575 દિવસના નીચલા સ્તર 78,190 પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3202 કેસ નોંધાયા છે અને 233 સંક્રમિતોના મોત થયા છે.  


છેલ્લા 10 દિવસમાં કેટલા કેસ નોંધાયા હતા


ગઈકાલે 5326 નવા કેસ અને 453 સંક્રમિતોના મોત થયા હતા. 20 ડિસેમ્બરે 6563 નવા કેસ અને 132 સંક્રમિતોના મોત થયા હતા. 19 ડિસેમ્બરે 7081 નવા કેસ અને 264 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 18 ડિસેમ્બરે 7145 નવા કેસ સામે આવ્યા હબતહતા અને 289 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.  17 ડિસેમ્બરે 7447 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 391 સંક્રમિતોના મોત થયા હતા. 16 ડિસેમ્બરે 7974 નવા કેસ અને 343 સંક્રમિતોના મોત થયા હતા. 15 ડિસેમ્બરે 6984 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 247 લોકોના મોત થયા હતા. 14 ડિસેમ્બરે 5784 નવા કેસ અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 13 ડિસેમ્બરે 7350 નવા કેસ અને 202 લોકોના મોત થયા હતા.  12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.