Winter Session: નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદના શિયાળુ સત્રમાં સિગારેટ, ગુટખા અને પાન મસાલા જેવા બિનઆરોગ્યપ્રદ ઉત્પાદનો પર કર લાદવા માટે બે નવા બિલ રજૂ કરશે. સેન્ટ્રલ એક્સાઇઝ (સુધારા) બિલ, 2025, સિગારેટ, તમાકુ, સિગાર, હુક્કા, જરદા અને સુગંધિત તમાકુ સહિત તમામ તમાકુ ઉત્પાદનો પર હાલમાં વસૂલવામાં આવતા GST વળતર સેસનું સ્થાન લેશે. આરોગ્ય સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ બિલ, 2025, પાન મસાલા જેવી ચોક્કસ વસ્તુઓના ઉત્પાદન પર સેસ લાદવાની જોગવાઈ કરે છે.

Continues below advertisement

આરોગ્ય સલામતીથી રાષ્ટ્રીય સુરક્ષા સેસ બિલ, 2025, હવે મશીન ક્ષમતા, મશીન ફ્રીક્વન્સી અને અન્ય ઉત્પાદન-સંબંધિત પરિબળોના આધારે સેસ વસૂલશે. આ બિલ GST દરમાં નોંધપાત્ર ફેરફાર કરશે. તમાકુ ઉત્પાદનો પર GST અગાઉના 28 ટકા પ્લસ કમ્પનસેશન સેસથી વધીને 40 ટકા પ્લસ કમ્પનસેશન સેસ થશે. હાલમાં ઉત્પાદનના આધારે વળતર સેસ 5 ટકાથી 290 ટકા સુધીનો છે. જો કે, GST દરમાં વધારો થવા છતાં ગ્રાહકો જે કર ચૂકવે છે તે યથાવત રહેશે.

ઉદાહરણ તરીકે ચોક્કસ પ્રકારની સિગારેટ પર હાલમાં 28 ટકા GST સાથે સાથે 290 ટકા કમ્પસેશન સેસ એટલે કે કુલ 318 ટકા કર લાગે છે. આ ફેરફાર પછી GST 40 ટકા રહેશે પરંતુ કમ્પનસેશન સેસ ઘટીને 278 ટકા  કરવામાં આવશે. આમ, ગ્રાહકોએ તે સિગારેટ પર ફક્ત 318 ટકા કર ચૂકવવો પડશે. સંસદ દ્વારા બિલ પસાર થયા પછી અને રાષ્ટ્રપતિ દ્વારા સહી કર્યા પછી સરકાર નિયમોને સૂચિત કરશે.

Continues below advertisement

SP-CPI(M) એ SIR પર સંસદની કાર્યવાહી ન ચલાવવા દેવાની આપી ચેતવણી

સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવ અને પશ્ચિમ બંગાળના CPI(M) ના સાંસદ જોન બ્રિટાસે SIR પર ચર્ચા ન થાય તો સંસદમાં વિક્ષેપ પાડવાની ધમકી આપી હતી. સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થઈ રહ્યું છે. રામ ગોપાલ યાદવે કહ્યું કે જો સરકાર SIR પર ચર્ચા કરવા તૈયાર નહીં હોય, તો તેઓ સંસદનું કાર્ય થવા દેશે નહીં. આ દરમિયાન, જોન બ્રિટાસે કહ્યું હતું કે સરકારે SIR પર ચર્ચાની માંગ સ્વીકારવી જોઈએ, ભલે તે ચૂંટણી સુધારાના નામે હોય.