Supreme Court On Entry Of Women: ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ બુધવારે (8 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે મહિલાઓને મસ્જિદમાં પ્રવેશવાની અને નમાજ પઢવાની છૂટ છે.


બોર્ડે કહ્યું હતું કે મુસ્લિમ મહિલાઓ નમાજ પઢવા માટે મસ્જિદમાં પ્રવેશવા માટે સ્વતંત્ર છે અને તે તેમના પર નિર્ભર છે કે તેઓ મસ્જિદમાં નમાજ પઢવાના તેમના અધિકારનો ઉપયોગ કરવા માંગે છે કે નહીં. AIMPLBએ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને આ જાણકારી આપી છે. આ એફિડેવિટ મુસ્લિમ મહિલાઓને નમાજ પઢવા માટે મસ્જિદમાં પ્રવેશવા સંબંધિત અરજીને લઈને દાખલ કરવામાં આવી છે.


વકીલે શું કહ્યું?


એડવોકેટ એમ.આર.શમશાદ દ્વારા દાખલ કરવામાં આવેલ એફિડેવિટમાં જણાવવામાં આવ્યું હતું કે પૂજાના સ્થળો (જે હાલના કેસમાં મસ્જિદો છે) સંપૂર્ણપણે ખાનગી સંસ્થાઓ છે અને મસ્જિદોના સંચાલકો દ્વારા તેનું નિયંત્રણ કરવામાં આવે છે. ફરહા અનવર હુસૈન શેખે 2020 માં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી તેને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણાવીને મુસ્લિમ મહિલાઓ પર ભારતમાં મસ્જિદોમાં પ્રવેશ પરના કથિત પ્રતિબંધ અંગે નિર્દેશો જાહેર કરવા વિનંતી કરી. અરજીની સુનાવણી માર્ચમાં થઈ શકે છે.


શું છે એફિડેવિટમાં?


એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે AIMPLB નિષ્ણાતોની સંસ્થા છે અને તેની પાસે કોઈ સત્તા નથી અને તે માત્ર ઈસ્લામના સિદ્ધાંતો પર પોતાની સલાહ આપી શકે છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે ઇસ્લામના અનુયાયીઓનાં ધાર્મિક ગ્રંથો, સિદ્ધાંતો, ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખીને એવી દલીલ કરવામાં આવે છે કે મહિલાઓને મસ્જિદમાં પ્રવેશવાની અને નમાજ પઢવાની છૂટ છે. AIMPLB આ સંદર્ભમાં કોઈપણ વિપરીત ધાર્મિક અભિપ્રાય પર ટિપ્પણી કરવા માંગતું નથી.


સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે જો કે તે મુસ્લિમ પુરુષો માટે જરૂરી છે. તે જણાવે છે કે ઇસ્લામના સિદ્ધાંતો અનુસાર, મુસ્લિમ મહિલાઓ ઘરે નમાઝ અદા કરે કે મસ્જિદમાં નમાઝ અદા કરે, તેમને સમાન 'સવાબ' (પુણ્ય) મળશે.


'BJP રમી રહી છે ડબલ ગેમ'- બંગાળ વિભાજન વિરુદ્ધ પ્રસ્તાવ લાવશે TMC, આપ્યુ 48 કલાકનું અલ્ટીમેટમ


Bengal Partisan: પશ્ચિમ બંગાળના બજેટ સત્રના પહેલા દિવસે તૃમમૂલ કોંગ્રેસે (TMC) ઉત્તર બંગાળને અલગ રાજ્ય બનાવવાની માંગને લઇને ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે પોતાનો મત સ્પષ્ટ કરવા માટે કહ્યુ છે. ટીએમસીએ બંગાળના વિભાજન વિરુદ્ધ વિધાનસભામાં પ્રસ્તાવની જાહેરાત કરી છે. ઉત્તર બંગાળના વિકાસ મંત્રી ઉદયન ગુહાએ રાજ્યના વિભાજન પર પોતાનો મત સ્પષ્ટ કરવાને લઇને બીજેપીને 48 કલાકનુ અલ્ટીમેટમ આપ્યુ છે. તેમને બીજેપી પર બંગાળના લોકોની સાથે ડબલ ગેમ રમવાનો આરોપ લગાવ્યો છે. ટીએમસીનો આરોપ છે કે આ માંગની પાછળ બીજેપીના નેતા છે. 


બંગાળને તોડવાની કોશિશનો આરોપ - 
સિલીલુડીમાં મીડિયા સાથેની વાતચીતમાં ગુહાએ કહ્યું કે, ભાજપા બંગાળના લોકોની સાથે ડબલ ગેમ રમી રહી છે. દક્ષિણ બંગાળમાં, તે કહે છે કે તે ઉત્તર બંગાળને એક અલગ રાજ્ય નથી બનાવવા માંગતા, જ્યારે ઉત્તર બંગાળમાં તેમના સાંસદ અને ધારાસભ્યો અલગ રાજ્યની માંગ કરી રહી છે. ભાજપાને 48 કલાકની અંદર પોતાનો મત સ્પષ્ટ કરવો પડશે. 


ટીએમસી મંત્રીએ ભાજપ પર બંગાળમાં ગડબડી પેદા કરવાનો પણ આરોપ લગાવ્યો છે, કેમ કે ચૂંટણી નજીક છે. તેમને કહ્યું કે, બંગાળને તોડવાની કોશિશ કરવામાં આવી રહી છે. અમે આ બજેટ સત્રમાં આના વિરુદ્ધ પ્રસ્તાવ લાવીશું. વળી, પશ્ચિમ બંગાળના મંત્રી સોવનદેબ ચટ્ટોપાધ્યાયએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે વિપક્ષ સહિત દરેક ધારાસભ્ય આ પ્રસ્તાવનું સમર્થન કરે.