શોધખોળ કરો

મહિલા અનામત બિલના પરાજય બાદ સંજય રાઉતનું મોટું નિવેદન: "રાહુલ ગાંધીએ દેશની લોકશાહી....."

Women's Reservation Bill 2026: શિવસેના (UBT) સાંસદે રાહુલ ગાંધીને અત્યંત પ્રભાવશાળી નેતા ગણાવ્યા, સાથે જ મરાઠી ભાષા અને સીમાંકન મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મહિલા અનામત બિલ ૨૦૨૬ના કારણે પસાર થઈ શક્યું નથી.
  • સંજય રાઉતે રાહુલ ગાંધીના નેતૃત્વના વખાણ કર્યા.
  • રાઉતે કહ્યું, મોદી સરકારનું સીમાંકન ષડયંત્ર નિષ્ફળ ગયું.
  • રાઉતે મરાઠી ભાષાને ફરજિયાત બનાવવા પર ભાર મૂક્યો.

Women's Reservation Bill 2026: સંસદમાં મહિલા અનામત બિલને 2/3 બહુમતી ન મળવાના કારણે તે પાસ થઈ શક્યું નથી. આ મુદ્દે હવે રાજકીય ગરમાવો આવી ગયો છે. શિવસેના (UBT) ના સાંસદ સંજય રાઉતે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના દિલ ખોલીને વખાણ કર્યા છે અને તેમને દેશના અત્યંત પ્રભાવશાળી નેતા ગણાવ્યા છે. રાઉતે આરોપ લગાવ્યો છે કે આ બિલ પાછળ મોદી સરકારનું 'સીમાંકન' (મતવિસ્તારોની પુનઃરચના) અંગેનું એક મોટું ષડયંત્ર હતું, જે હવે નિષ્ફળ ગયું છે. આ ઉપરાંત તેમણે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના મહત્વ મુદ્દે પણ પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે.

રાહુલ ગાંધીના નેતૃત્વના કર્યા વખાણ

સંસદમાં મહિલા અનામત બિલ પર થયેલી ચર્ચામાં રાહુલ ગાંધીએ સરકારને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે તેઓ આ બિલને અહીં જ હરાવી દેશે. આ નિવેદનને સમર્થન આપતા સંજય રાઉતે કહ્યું કે, "ગઈકાલે રાહુલ ગાંધીએ દેશની લોકશાહીને બચાવવા માટે એક મોટા આંદોલનનું શાનદાર નેતૃત્વ કર્યું. તેઓ દેશના ખૂબ જ પ્રભાવશાળી નેતા છે અને તેમના જ નેતૃત્વમાં અમે ગઈકાલે એક મોટી લડાઈને જીતમાં ફેરવી દીધી છે."

"આ એક મોટું રાજકીય ષડયંત્ર હતું"

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રાઉતે આકરા શબ્દોમાં લખ્યું કે, "મહિલા અનામત બિલ એક રાજકીય ષડયંત્ર હતું, જે હવે નિષ્ફળ ગયું છે અને આ જ મોદી સરકારના પતનની શરૂઆત છે." તેમણે આરોપ લગાવ્યો કે સરકાર મહિલા અનામતના બહાને સીમાંકન સાથે છેડછાડ કરીને બધી ચૂંટણીઓ જીતવા માંગતી હતી. ભાજપ પોતાની મરજી મુજબ રાજકીય નકશો બનાવવા માંગે છે. પરંતુ સંસદમાં તેમની આ યોજના ફ્લોપ ગઈ. તેઓ પોતાની મરજી મુજબ લોકસભાની બેઠકો વધારી શક્યા નહીં અને તેમને બંધારણની સાચી તાકાતનો પરચો મળી ગયો. રાઉતે એમ પણ કહ્યું કે ભાજપ ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે ભાગલા પાડી રહી છે અને દક્ષિણના રાજ્યોને નબળા પાડીને અમુક જ રાજ્યોના હાથમાં દેશની રાજનીતિ સોંપવા માંગે છે.

વડાપ્રધાનની ખુરશી જોખમમાં હોવાનો દાવો

પોતાની વાતને આગળ વધારતા તેમણે દાવો કર્યો કે, વડાપ્રધાનની ખુરશી હવે માત્ર 16 સાંસદોની બહુમતી પર ટકી છે. જો આ 16 સાંસદો પણ ઓછા થાય, તો તેમણે પેકઅપ કરીને ઘરે જવાનો વારો આવશે. રાઉતે ખાતરીપૂર્વક કહ્યું કે, "આજની ઘટનાઓનો સીધો અર્થ એ છે કે મોદીનું પતન હવે નજીક છે, મારા શબ્દો યાદ રાખજો. રાહુલ ગાંધીએ તે 16 સાંસદોના ગળામાં ફાંસો ભેરવી દીધો છે."

મરાઠી ભાષાના મુદ્દે સ્પષ્ટતા

જ્યારે સંજય રાઉતને મરાઠી ભાષા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે, "દરેક રાજ્યે પોતાની માતૃભાષા ફરજિયાત બનાવવી જ જોઈએ. સરકાર અને RSS ની પણ એ જ નીતિ છે કે માતૃભાષાને પ્રાથમિકતા મળવી જોઈએ, તો પછી આમાં ખોટું શું છે? મહારાષ્ટ્રની માતૃભાષા મરાઠી છે, તેથી અહીં કામ કરતા, ભણતા અને રોજીરોટી કમાતા તમામ લોકોને સ્થાનિક ભાષા આવડવી જ જોઈએ."

Frequently Asked Questions

મહિલા અનામત બિલ 2026 શા માટે પાસ થયું નથી?

મહિલા અનામત બિલ 2026 સંસદમાં 2/3 બહુમતી ન મળવાના કારણે પાસ થઈ શક્યું નથી. આ મુદ્દે રાજકીય ગરમાવો આવી ગયો છે.

સંજય રાઉતે રાહુલ ગાંધીના કયા કાર્યની પ્રશંસા કરી છે?

સંજય રાઉતે રાહુલ ગાંધીના દેશની લોકશાહીને બચાવવા માટે આંદોલનનું નેતૃત્વ કરવાની પ્રશંસા કરી છે. તેમણે રાહુલ ગાંધીને દેશના અત્યંત પ્રભાવશાળી નેતા ગણાવ્યા છે.

મહિલા અનામત બિલ પાછળ મોદી સરકારનું શું ષડયંત્ર હતું?

સંજય રાઉતે આરોપ લગાવ્યો છે કે આ બિલ પાછળ મોદી સરકારનું 'સીમાંકન' (મતવિસ્તારોની પુનઃરચના) અંગેનું એક મોટું ષડયંત્ર હતું, જે નિષ્ફળ ગયું છે.

સંજય રાઉતે મરાઠી ભાષાના મુદ્દે શું સ્પષ્ટ કર્યું છે?

સંજય રાઉતે જણાવ્યું છે કે દરેક રાજ્યે પોતાની માતૃભાષા ફરજિયાત બનાવવી જોઈએ. મહારાષ્ટ્રમાં કામ, અભ્યાસ અને રોજીરોટી કમાતા તમામ લોકોને મરાઠી ભાષા આવડવી જ જોઈએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
Advertisement

વિડિઓઝ

Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર
PM Modi Road Show In Vadodara : વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો , માનવ મહેરામણ ઉમટ્યું
Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલની ભીષણ આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : PMનો સંદેશ, સંયમથી સમાધાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીએ કેમ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા કરી અપીલ, સરકારે જણાવ્યું કારણ, કહ્યું - રોજ ₹1000 કરોડ....
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીનો 15 મેથી 5 દેશોનો પ્રવાસ: વેપાર, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંબંધો પર ખાસ ભાર
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
પીએમ મોદીની 24 કલાકમાં 2 વખત ઈંધણ બચાવવની અપીલ, પણ લોકડાઉન જેવી સ્થિતિ નથી, જાણો 3 મોટા કારણો
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
પીએમ મોદીની દેશને અપીલ: ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ અને સ્કૂલોમાં ઓનલાઈન ક્લાસ ચલાવો
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
આવતીકાલનું હવામાન: 11 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ, 60 kmphની ઝડપે પવન ફૂંકાશે
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા: ઈરાનમાંથી 2500થી વધુ ભારતીયોનું રેસ્ક્યુ, MEAનો 24/7 કંટ્રોલ રૂમ શરૂ
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
ટ્રમ્પે ઈરાનની શાંતિ ઓફર ફગાવી: ફરી ભયાનક યુદ્ધનાં ભણકારા! ક્રૂડના ભાવમાં મોટો ભડકો
Embed widget