નવી દિલ્હીઃ જો તમે અસંગઠિત ક્ષેત્રના કામદાર છો અને તમારી માસિક આવક 15 હજાર રૂપિયાથી ઓછી છે, તો તમારા માટે સારા સમાચાર છે. તમે ઈ-શ્રમ પોર્ટલ પર તમારી નોંધણી કરાવી શકો છો. આ સાથે તમે કોઈપણ અકસ્માત અને માંદગી દરમિયાન ખર્ચની ચિંતાઓથી મુક્ત રહી શકો છો. ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયા બાદ કામદારો અકસ્માતના કિસ્સામાં બે લાખના વીમા માટે હકદાર બનશે. પરિવારને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ આપતી આયુષ્માન યોજનામાં પણ જોડાઈ જશે. એટલું જ નહીં, કટોકટીની સ્થિતિમાં સરકારી સહાય પણ ઉપલબ્ધ થશે.


કોઈપણ સહાય માટે હેલ્પલાઈન નંબર 14434 નો સંપર્ક કરી શકાય છે. તે જ સમયે, www.gms.eshram.gov.in પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકાય છે. અસંગઠિત કામદારોમાં બાંધકામ કામદારો, ઘરેલુ કામદારો, રિક્ષાચાલકો, હોકર, સ્થળાંતર અને પ્લેટફોર્મ કામદારો, કૃષિ કામદારો, મનરેગા કામદારો અને તમામ પ્રકારના કામદારોનો સમાવેશ થાય છે જેમની માસિક આવક 15,000 રૂપિયાથી ઓછી છે.


કેવી રીતે નોંધણી કરવી


જો તમારો મોબાઇલ નંબર આધાર સાથે જોડાયેલો છે, તો તમે તમારી નોંધણી કરાવી શકો છો. આ માટે ઇ-શ્રમ પોર્ટલ www.eshram.gov.in પર જવું પડશે. જ્યાં જેમનો મોબાઇલ નંબર આધાર સાથે જોડાયેલા નથી, તેમણે નોંધણી માટે CSC માં જવું પડશે. આવા કામદારોની નોંધણી બાયોમેટ્રિક પ્રમાણીકરણ દ્વારા કરવામાં આવશે. CSC કાગળ પર ઈ-શ્રમ કાર્ડ પ્રિન્ટ કરીને કામદારને આપશે. નોંધણી સંપૂર્ણપણે મફત રહેશે.


કોણ નોંધણી કરાવી શકે છે


આવા કામદારો, જે 16 થી 59 વર્ષની વય જૂથમાં છે અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અથવા રાજ્ય વીમા નિગમ (ESIC) નો લાભ લેતા નથી.


જે કામદારો આવકવેરા ભરતા નથી.


જે કર્મચારીઓ સરકારી કર્મચારી નથી.


પીએમ મોદી આજે એનડીએચએમની શરૂઆત કરશે


વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન (એનડીએચએમ)ની શરૂઆત કરશે. પ્રધાનમંત્રી નેરન્દ્ર મોદીએ 15ઓગસ્ટએ લાલ કિલલાના પ્રાચીરથી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાન પાયલટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. હાલ આ યોજનામાં 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રારંભિક તબક્કામાં લાગૂ કરાશે