શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Wrestlers vs WFI: બ્રિજભૂષણ શરણ સિંહ પર કાર્યવાહીની અસર! અયોધ્યામાં રેસલિંગ એસોસિએશનની બેઠક 4 અઠવાડિયા માટે સ્થગિત

અયોધ્યામાં આજે યોજાનારી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની જનરલ કાઉન્સિલની બેઠક રદ કરવામાં આવી છે. બ્રિજભૂષણ શરણ પર એક્શન બાદ આ કાર્યવાહી થઈ છે.

Sexual Harassment Allegation On Brij Bhushan Singh: ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર ગંભીર આરોપો લાગી રહ્યા છે. કુસ્તીબાજોની હડતાળને ધ્યાનમાં રાખીને રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશનના તમામ કામ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે યુનિયનના એડિશનલ સેક્રેટરીને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે જ સમયે, રમત મંત્રાલયે ટૂર્નામેન્ટો રદ કરી છે અને અયોધ્યામાં યોજાનારી WFIની બેઠક પણ રદ કરી છે.

રેસલિંગ ફેડરેશનની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ

આ બેઠક રદ્દ થવા અંગેની માહિતી બ્રિજ ભુષણ સિંહે પોતાના સોશિયલ સાઈટ પરથી આપી હતી.જોકે, હવે આવું નહીં થાય. રમત મંત્રાલયે શનિવારે રેસલિંગ ફેડરેશનની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. મીટિંગ કેન્સલ થવા પાછળ આ કારણ માનવામાં આવે છે. કેટલાક કુસ્તીબાજોએ આરોપ લગાવ્યો હતો કે ફેડરેશનના આસિસ્ટન્ટ સેક્રેટરી તોમર એથ્લેટ્સ પાસેથી લાંચ લેતા હતા અને નાણાકીય ભ્રષ્ટાચારમાં સામેલ હતા. શુક્રવારે મોડી રાત્રે મેરેથોન બેઠક બાદ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી સહિતના દેશના કેટલાક ટોચના કુસ્તીબાજો દ્વારા સિંહ અને WFI પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરવા માટે સરકારે એક મોનિટરિંગ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે.

શું હતો સમગ્ર મામલો?

જંતર-મંતર ખાતે પત્રકાર પરિષદમાં કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશનના પ્રમુખ અને કેટલાક કોચ પર મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં કુસ્તીબાજોએ અભદ્રતા, ગેરવર્તણૂક અને પ્રાદેશિકતાનો પણ આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: Wrestlers Protest: રમતગમત મંત્રાલયે કહ્યુ- 24 કલાકની અંદર WFI અધ્યક્ષ પદેથી રાજીનામું આપે બ્રિજભૂષણ શરણ સિંહ

Brij Bhushan Singh WFI Resignation: જંતર-મંતર ખાતે કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણીના આરોપો બાદ ભારતીય કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર રાજીનામું આપવાનું દબાણ વધી ગયું છે. ઈન્ડિયા ટુડેએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે રમતગમત મંત્રાલયે ગુરુવારે બ્રિજભૂષણ સિંહને અલ્ટીમેટમ આપ્યું છે અને તેમને 24 કલાકની અંદર રાજીનામું સોંપવા કહ્યું છે. આ પહેલા કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથે તેમના નિવાસસ્થાને બેઠક કરી હતી.

બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને રવિ દહિયા મોડી સાંજે કેન્દ્રીય મંત્રી સાથેની બેઠકમાં સામેલ થયા હતા. નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય સ્તરના કુસ્તીબાજ અને વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારત માટે મેડલ વિજેતા વિનેશ ફોગાટે ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ પર મહિલા રેસલર્સનું જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.

રાજીનામા અને તપાસની માંગ

નવી દિલ્હીના જંતર-મંતર પર બેઠેલા કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણના રાજીનામાની માંગ કરી હતી અને સરકારને રાષ્ટ્રીય કુસ્તી મહાસંઘને વિસર્જન કરવા વિનંતી કરી હતી. વિરોધ શરૂ થયા પછી રમતગમત મંત્રાલયે બુધવારે (18 જાન્યુઆરી) WFI પાસેથી તેના અને તેના પ્રમુખ પર લાગેલા આરોપો પર સ્પષ્ટતા માંગી હતી. બીજી તરફ, ગુરુવારે દિવસ દરમિયાન સમાચાર આવ્યા હતા કે બ્રિજ ભૂષણ 22 જાન્યુઆરીએ ઇમરજન્સી બેઠકમાં રાજીનામું આપી શકે છે.

'હું CBIનો સામનો કરવા તૈયાર છું'

બ્રિજ ભૂષણે કહ્યું, "હું એફઆઈઆરનો સામનો કરવા તૈયાર છું, હું સીબીઆઈનો સામનો કરવા તૈયાર છું. હું ભારતમાં સર્વોચ્ચ કાનૂની સત્તાનો સામનો કરવા માટે પણ તૈયાર છું. મેં એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં હાજરી આપી છે. "અને તેઓ જે પણ નિર્ણય લેશે હું કરીશ. હું તેમનાથી મોટો નથી અને દેશથી પણ મોટો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dhavalsinh Zala:  બેના ચાર કેમ કરવા તે ભૂપેન્દ્રસિંહને આવડે છે, ખુદ MLA જ કરતા કૌભાંડીનું માર્કેટિંગBhupendrasinh Zala:શું ભાગી ગયો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા?, ક્યાં ખોવાયા એક કા ડબલ કરનારાTourist Place: ગુજરાતમાં છેલ્લા 20 દિવસમાં 16 પ્રવાસન સ્થળો પર 61 લાખથી વધુ ઉમટ્યા પ્રવાસીઓAhmedabad Accident:અસલાલી બ્રિજ પર બે વાહનો પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, બે લોકો સારવાર હેઠળ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Bangladesh High Court: બાંગ્લાદેશમાં ISKCONને મળી મોટી રાહત, હાઇકોર્ટનો પ્રતિબંધ લગાવવાનો ઇનકાર
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Ponzi scam: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ, વૈભવી કારનો શોખીન છે મહાઠગ
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Stock Market Updates: શેરબજારમાં અચાનક મોટો ઘટાડો, સેન્સેક્સમાં 950 પોઇન્ટનો કડાકો, નિફ્ટી 24000 નીચે
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
Delhi: દિલ્હીના પ્રશાંત વિહારમાં PVR પાસે વિસ્ફોટ, પોલીસે શરૂ કરી તપાસ
પીએમ કિસાન યોજનાનો ફાયદો લેવા જરૂર કરો આ કામ, નહી તો અટકી જશે આગામી હપ્તો
પીએમ કિસાન યોજનાનો ફાયદો લેવા જરૂર કરો આ કામ, નહી તો અટકી જશે આગામી હપ્તો
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
Priyanka Gandhi: પ્રિયંકા ગાંધીએ સાંસદ પદના શપથ લીધા, દીકરા રેહાન અને દીકરી મિરાયા વાડ્રા પણ રહ્યાં હાજર
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
EDની ટીમ પર હુમલો, દિલ્હીમાં તપાસ કરવા ગયેલા અધિકારીઓને આરોપીઓએ માર્યા, આ.ડાયરેક્ટર ઘાયલ
Embed widget