Presidential Elections 2022: રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને આજે વિરોધ પક્ષોની બેઠક મળી હતી. બેઠક બાદ વિપક્ષે ઉમેદવાર તરીકે યશવંત સિંહાના નામની જાહેરાત કરી છે. જયરામ રમેશ, સુધીન્દ્ર કુલકર્ણી, દિપાંકર ભટ્ટાચાર્ય, શરદ પવાર, ડી રાજા, તિરુચી શિવા (DMK), પ્રફુલ પટેલ, યેચુરી, એનકે પ્રેમચંદ્રન (RSP), મનોજ ઝા, મલ્લિકાર્જુન ખડગે, રણદીપ સુરજેવાલા, હસનૈન મસૂદી (નેશનલ કોન્ફરન્સ), અભિષેક બેનર્જી અને રામ ગોપાલ યાદવ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
આ બેઠકમાં ઓવૈસીની પાર્ટીના સાંસદ ઈમ્તિયાઝ જલીલ પણ હાજર હતા. છેલ્લી બેઠકમાં AIMIMના નેતાને બોલાવવામાં આવ્યા ન હતા. સાંસદ ઈમ્તિયાઝ જલીલે કહ્યું કે તેમને છેલ્લી વખત બોલાવવામાં આવ્યા ન હતા તેથી તેઓ આવ્યા ન હતા.
તો બીજી તરફ, આ બેઠકમાં જોડાતા પહેલા, યશવંતે ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું કે, દે સન્માન અને પ્રતિષ્ઠા મને આપવામાં આવી તેના માટે હું મુખ્યમંત્રી મમતા બેનર્જીનો આભાર માનું છું. તેમણે વધુમાં કહ્યું કે હવે સમય આવી ગયો છે જ્યારે આપણે પાર્ટી સિવાય કોઈ મોટા હેતુ માટે કામ કરવું પડશે.
મહારાષ્ટ્રના કયા દિગ્ગજ ગુજરાતી નેતાએ કહ્યું, ઉદ્ધવ સરકારના 12 વાગવાના નક્કી?
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી પછી મંત્રી એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના 30 ધારાસભ્યો ગુજરાતની હોટલમાં રોકાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુરતની લા મેરિડિયન ખાનગી હોટલમાં રોકાયા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપનો પાંચમો ઉમેદવાર જીત્યો તેમાં શિવસેના સહિતના સત્તાધારી પક્ષના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની આશંકા છે. બીજી તરફ મહારાષ્ટ્રના દિગ્ગજ ગુજરાતી નેતા કિરીટ સોમૈયાએ ઉદ્ધવ સરકારના 12 વાગવાના નક્કી હોવાનો દાવો કર્યો છે. ટ્વીટ કરીને લખ્યું છે કે, શિવસેના (માફિયા સેના)ને 52 મત મળ્યા 12 મત ફૂટ્યા 9 55 શિવસેના+ 9 સમર્થક= 64). ઉદ્ધવ ઠાકરે સરકારના 12 વાગવાનું નક્કી. આ ટ્વીટ તેમણે મરાઠીમાં કર્યું છે. આ પછી તેમણે અંગ્રેજીમાં પણ ટ્વીટ કર્યું છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી પરિણામો. શિવસેના (માફિયા સેના)ને 52 મત મળ્યા. 12 ધારાસભ્યોએ બળવો કર્યો (55 શિવસેના + 9 સમર્થકો = 64). ઉદ્ધવ ઠાકરેની માફિયા સરકારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.
શિવસેનાથી નારાજ એકનાથ શિંદે સહિત 30 ધારાસભ્યો સોમવારની સાંજથી સંપર્ક વિહોણા બન્યા હતાં. જે સુરતની ડુમ્મસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં રોકાયા છે. જેને પગલે હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચુંટણીમાં બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે. અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા છે. રાજકીય રીતે કોઈ મોટી ઉથલપાથલ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણ, એકનાથ શિંદે સાથે પાલઘરના ધારાસભ્ય શ્રીનિવાસ વનગા, અલીબાગના ધારાસભ્ય મહેન્દ્ર દલવી, ભિવંડી ગ્રામીણના ધારાસબ્ય શાંતારામ મોરે સહિતના ધારાસભ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.