એબીપી ન્યૂઝને બાબા રામદેવે કહ્યું કે, “હું હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું. પરંતુ હાલમાં એક ખુલાસો કરી દવ કે કોરોનિલને લોકો માત્ર ઇમ્યુનિટી બુસ્ટર સમજે છે, પરંતુ કોરોનિલ એક દવા છે. જો કોરોનિલ દવા કોરોના થયા પહેલા લેશો તો કોરોના વાયરસથી બચી જવાશે. કોરોના થયા બાદ લેશો તો 7-10 દિવસની અંદર કોરોનાથી સારુ થઈ જશે.”
રામદેવે કહ્યું કે, “હું એ પ્રામાણિકપણે કવ છું કે હું એક સાઈન્ટિફિક સન્યાસી છું, હું કોઈ પાખંડી, અંધવિશ્વાસી નથી. મેં કોરોનાની સારવાર કરી છે. આગામી 2-3 દિવસમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું. અમે ઇન્ટરનેશનલ જનરલમાં પ્રમાણિક કરી દીધું છે કે કોરોનિલ દવા કોરોના વાયરસની એક દવા છે.”
યોગ ગુરુ રામદેવે આગળ કહ્યું, “કોરોનાથી ઠીક થયા બાદ પણ જો કોરોનિલ દવા લેશો, તો આગળ તમામ પ્રકારની બીમારાથી બચી શકાશે. જો લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરશો, તો 100 વર્ષ સારા જશે. આવનારા 5-10 વર્ષમાં દુનિયા તેનો સામનો કરતી રહેશે. માટે કોરોનિલ દવાને કોરોના થયા પહેલા, કોરોના થયા બાદ અને કોરાનાથી ઠીક થયા બાદ પણ ખાતા રહો.”