Yogi Adityanath Biopic: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પછી હવે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના સંઘર્ષભર્યા જીવનની સ્ટૉરી પડદા પર બતાવવામાં આવશે. ખરેખર, યુપીના મુખ્યમંત્રીની બાયૉપિક બનવા જઈ રહી છે. આ ફિલ્મનું નામ 'અજય: ધ અનટૉલ્ડ સ્ટૉરી ઓફ અ યોગી' છે. ફિલ્મનું પહેલું પોસ્ટર અને ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે જેના કારણે ચાહકો ફિલ્મ પ્રત્યે ઉત્સાહિત છે.

Continues below advertisement

'અજય: ધ અનટૉલ્ડ સ્ટૉરી ઓફ અ યોગી' શાંતનુ ગુપ્તાના પુસ્તક 'ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર' પરથી પ્રેરિત છે. તે નાટક, ભાવના, એક્શન અને બલિદાનની અનકહી વાર્તા દર્શાવશે. ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરતા, પ્રોડક્શન હાઉસે સોશિયલ મીડિયા પર કેપ્શનમાં લખ્યું છે - 'તેમને બધુ ત્યાગી દીધુ, પણ જનતાએ તેમને પોતાના બનાવી લીધા.'

સીએમ યોગીની ભૂમિકામાં અનંત જોશી ભજવશે - અભિનેતા અનંત જોશીએ 'અજય: ધ અનટૉલ્ડ સ્ટૉરી ઓફ અ યોગી'માં સીએમ યોગી આદિત્યનાથની ભૂમિકા ભજવી છે. ફિલ્મના પહેલા લૂકમાં તે યોગી આદિત્યનાથની જેમ જ ભગવા વસ્ત્રો પહેરેલો જોવા મળે છે. બુધવારે આ ફિલ્મનું મોશન પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું, જે સ્પષ્ટ કરે છે કે આ ફિલ્મમાં સીએમ યોગીના બાળપણના જીવન, નાથપંથી યોગી બનવાના તેમના નિર્ણય, રાજકારણમાં પ્રવેશ અને મુખ્યમંત્રી બનવા સુધીની તેમની સફર દર્શાવવામાં આવશે.

આ ફિલ્મ 2025 માં અનેક ભાષાઓમાં રિલીઝ થશે રવિન્દ્ર ગૌતમ દ્વારા દિગ્દર્શિત, ફિલ્મ અજય- ધ અનટૉલ્ડ સ્ટોરી ઓફ અ યોગીનું નિર્માણ રીતુ મેંગી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 2025 માં જ ઘણી ભાષાઓમાં રિલીઝ થવા જઈ રહી છે. 'અજય: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'માં અનંત જોશી ઉપરાંત પરેશ રાવલ, દિનેશ લાલ યાદવ 'નિરહુઆ', અજય મેંગી, પવન મલ્હોત્રા, ગરિમા સિંહ અને રાજેશ ખટ્ટર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે.