ઉત્તરપ્રદેશમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. આની પકડમાં હવે નેતા અને મોટા મોટા અધિકારીઓ પણ આવવા લાગ્યા છે. મંત્રી કમલરાનીને બે દિવસથી તાવ આવી રહ્યો હતો. તેમને સિવિલ હૉસ્પીટલમાં ટ્રેનેટ મશીનમાં તપાસ કરાવી હતી. ત્યારબાદ તેમને કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો.
સિવિલ હૉસ્પીટલના નિર્દેશક ડૉ. ડીએસ નેગીએ જણાવ્યુ કે ફાઇનલ તપાસ માટે સેમ્પલ કેજીએમયુ મોકલવામાં આવ્યુ છે, જેમાં તે કોરોના પૉઝિટીવ આવી હતી. આ પછી સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ તેમને પીજીઆઇમાં ભરતી કરાવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફના કારણે આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા. શનિવાર તેમની તબિયત બગડી ગઇ હતી. રવિવારે સવારે અચાનક તબિયતક વધારે બગડી જેના કારણે તેમનુ મોત થઇ ગયુ હતુ.
નોંધનીય છે કે આ પહેલા યુપી સરકારના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે મોતી સિંહની સાથે ચેતન ચૌહાન, આયુષ મંત્રી ડૉ. ધર્મ સિંહ સૈની, રમત ગમત તથા યુવા કલ્યાણ મંત્રી ઉપેન્દ્ર તિવારી તથા રઘુરાજ સિંહ પૉઝિટીવ થયા હતા. જોકે રાજેન્દ્ર પ્રતાપ હવે સ્વાસ્થ થઇ ચૂક્યા છે. ઉત્તરપ્રદેશમાં કોરોનાનો ગ્રાફ સતત ઉંચો જઇ રહ્યો છે.