નવી દિલ્હી: વિવાદિત ઈસ્લામિક ઉપદેશક જાકિર નાઈક આ વર્ષે ભારત પાછો નહીં આવે. અગાઉ જાકિર બે-ત્રણ અઠવાડિયામાં ભારત પાછો ફરે તેવા અહેવાલો પ્રકાશિત થયા હતા. પરંતુ હવે મીડિયા રિપોર્ટના મતે, એવું કહેવામાં આવે છે કે જાકિર આ વર્ષે ભારત પાછો નહીં ફરે. આ વાતની સ્પષ્ટતા જાકિરના વકીલ મુબીન સોલ્કરે કરી છે.


જાકિરના વકીલે કહ્યું કે, કેંદ્ર અને રાજ્ય સરકારોએ 9 ટીમો નિયુક્ત કરી છે અને એંજસીઓએ તપાસ શરૂ કરી દીધી છે. અમને લાગે છે કે જાકિરને અહીં આવવાની જરૂર નથી. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે, આવા રિપોર્ટસ આવ્યા પછી નાઈકે ભારત પાછા ફરવાના શિડ્યુલમાં ફેરફાર કર્યો છે. હાલ જાકિર નાઈકની સ્પીચની ટેપ તપાસ એન્જસીઓ કરી રહી છે. જાકિરની ટેપ 80 કલાકની છે.

સાથે વિવાદાસ્પદ પ્રચારક જાકિર નાઈક દ્ધારા રચાયેલી ગેર કાયદેસર સંગઠન ઈસ્લામિક રિચર્સ ફાઉંડેશન (આઈઆરએફ)ની ગતિવિધિઓને ગૃહ મંત્રાલય તપાસ કરી રહ્યું છે. આરોપ છે કે આ એનજીઓને વિદેશોમાંથી મળેલા ફાળાનો ઉપયોગ રાજનૈતિક ગતિવિધિઓ અને લોકોને કટ્ટરવાદી વિચારો તરફ પ્રેરિત કરવા માટે કરવામાં આવ્યો છે.