નવી દિલ્હી: કોરોના મહામારીની વિરૂદ્ધ દેશમાં ચાલી રહેલા વેક્સિનેશનમાં હવે વધુ એક વેક્સિનનુ નામ જોડાઈ ગયું છે. ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની ત્રણ ડોઝવાળી કોરોના વેક્સિનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ વેક્સિનનું નામ ઝાયકોવ-ડી છે. ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાની એક્સપર્ટ કમિટીએ શુક્રવારે આ વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દિધી છે. કમિટીએ ફાર્મા કંપની પાસે આ વેક્સિનના બે ડોઝના પ્રભાવ અંગે વધારાનો ડેટા પણ માંગ્યો છે. આ રસીની અસરકારકતા 66.6 ટકા સામે આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વેક્સીન 12 વર્ષથી 18 વર્ષની ઉંમરના કિશોરથી યુવાનો માટે પણ સંપૂર્ણ પણે સુરક્ષિત છે. અત્યારે દેશમાં ભારત બાયોટેકની કોવેક્સીન, કોવિશિલ્ડ, સ્પૂતનિક અને જહોનસ એન્ડ જ્હોનસન રસીને મંજૂરી મળી છે.હવે ઝાયડસ મળીને રસીની સંખ્યા પાંચ થશે.
જેનેરિક દવા કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડએ ઝાયકોવ-ડીના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી માટે ગત એક જુલાઈએ આવેદન કર્યું હતું. આ અરજી 28 હજાર વોલન્ટિયર્સ પર કરાયેલા અંતિમ સ્ટેજના ટ્રાયલના આધારે કરાઈ હતી. વેક્સિનનો એફિકેસી રેટ 66.6 ટકા સામે આવ્યો હતો. તેમ પણ જણાવાયું છે કે આ વેક્સિન 12થી 18 વર્ષના કિશોરો માટે પણ સુરક્ષિત છે. જો કે હજુ સુધી તેના ટ્રાયલ ડેટાનું પીયર રિવ્યૂ નથી કરવામાં આવ્યું.
ઈમરજન્સી યુઝ બાદ આ વેક્સિન સંપૂર્ણ રીતે મંજૂરી પામે છે તો આ ભારતની બીજી સ્વદેશી વેક્સિન હશે. આ પહેલા ભારત બાયોટેક અને ICMRની સાથે મળીને પહેલી સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવી હતી. આ સમયે દેશમાં કુલ ચાર વેક્સિનને મંજૂરી મળી ચુકી છે. જેમાં કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પૂતનિક, મોડર્ના સામેલ છે. હવે ઝાયડસની વેક્સિન મળીને રસીની સંખ્યા પાંચ થઈ ગઈ છે. આ રસીની અસરકારકતા 66.6 ટકા સામે આવી હતી. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ વેક્સીન 12 વર્ષથી 18 વર્ષની ઉંમરના કિશોરથી યુવાનો માટે પણ સંપૂર્ણ પણે સુરક્ષિત છે. અત્યારે દેશમાં ભારત બાયોટેકની કોવેક્સીન, કોવિશિલ્ડ, સ્પૂતનિક અને જહોનસ એન્ડ જ્હોનસન રસીને મંજૂરી મળી છે.હવે ઝાયડસ મળીને રસીની સંખ્યા પાંચ થશે.
Covid Wave: કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને રાજ્યોએ શરૂ કરી તૈયારી, બાળકોના બચાવ પર ફોકસ
કોવિડ -19ની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને દેશના ઘણા રાજ્યોએ તેનો સામનો કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે રાજ્યોનું ધ્યાન બાળકો પર છે. દેશભરમાં શાળાઓ ખોલવાની સાથે તેને કોવિડની સંભવિત ત્રીજી લહેરથી સૌથી વધુ જોખમમાં હોવાનું કહેવાય છે.
ઘણા રાજ્યોએ તેમની હોસ્પિટલોમાં બાળકો માટે વધુ પથારી અને ઓક્સિજનની વ્યવસ્થા શરૂ કરી છે. દેશમાં ઘણા રસી ઉત્પાદકોની બાળકો માટેની કોવિડ રસીના ટ્રાયલ તબક્કામાં છે. એવી અપેક્ષા છે કે વર્ષના અંત સુધીમાં કોવિડ રસી બાળકો માટે પણ ઉપલબ્ધ થશે.
ભારતમાં સૌથી પહેલા મળી આવેલ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને કારણે અમેરિકામાં બાળકોમાં જે રીતે ચેપ ફેલાઈ રહ્યો છે તેના કારણે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અત્યાર સુધી યુ.એસ.માં ઘણા બાળકોને ડેલ્ટા વેરિઅન્ટમાં ચેપ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે એપ્રિલ અને મે મહિનામાં દેશમાં કોવિડની બીજી લહેર દરમિયાન ઓક્સિજન અને તબીબી સુવિધાઓના અભાવે હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા. હવે આગામી કેટલાક મહિનાઓમાં કોવિડની ત્રીજી લહેરની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે દેશના લગભગ 11 રાજ્યોએ અહીં શાળાઓ ખોલી છે. જે બાદ બાળકોમાં કોરોના સંક્રમણની ચિંતા વધી છે. જોકે આરોગ્ય નિષ્ણાતો કહે છે કે અત્યાર સુધી તે ક્યાંય પણ સાબિત થયું નથી કે ડેલ્ટા વેરિઅન્ટ બાળકોને સૌથી વધુ અસર કરે છે.