Weather Update:જમ્મુ-કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી મેઘમહેર યથાવત છે. , જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.  વહેલી સવારે પશ્ચિમ યુપી અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે મુસાફરોને અસુવિધા ભોગવવી પડી હતી.


એટલું જ નહીં, પહાડી વિસ્તારોમાં સતત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ જોવા મળી રહી છે, જેના કારણે દરેક લોકો ચિંતિત જોવા મળી રહ્યા છે. ઉત્તરપૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં મોડી રાત્રે ભારે વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં અવિરત વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD)  દેશના તમામ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.                                                                                                              


આ વિસ્તારમાં પડશે ભારે વરસાદ


ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર  દેશના ઘણા રાજ્યોમાં  ગાજવીજ સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. યુપી,મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ગાજવીજ સાથે મૂશળધાર વરસાદનું અનુમાન છે. આ સાથે આજે સમગ્ર મધ્યપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.                                                                                             


જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સિવાય દિલ્હી, હરિયાણા,  પૂર્વ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને કોંકણમાં ભારે વરસાદની સંભાવના છે. ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે.