Plane Crash: અફઘાનિસ્તાનના પહાડી વિસ્તારમાં ભારતીય યાત્રી પ્લેન ક્રેશ થયુ છે.બદખ્ખાન પોલીસ કમાન્ડે જણાવ્યું કે, પેસેન્જર પ્લેન ગઈકાલે રાત્રે રડારથી ગાયબ થઈ ગયું અને તે પ્રાંતના ઝિબાક જિલ્લાના 'આર્ટિલરી' વિસ્તારના ઊંચા પહાડી વિસ્તારમાં ક્રેશ થયું છે. અત્યાર સુધીની માહિતી મુજબ આ વિમાન શનિવારે રાત્રે રડારથી ગાયબ થઈ ગયું હતું.


મોસ્કો જઈ રહેલું એક ભારતીય વિમાન અફઘાનિસ્તાનના બદખ્શાનના વાખાન વિસ્તારમાં ક્રેશ થયું છે. અફઘાન મીડિયાએ આ જાણકારી આપી છે. અફઘાનિસ્તાનની સ્થાનિક ટેલિવિઝન ચેનલ ટોલોન્યૂઝે પ્રાંતીય માહિતી અને સંસ્કૃતિ વિભાગના અધિકારી ઝબીહુલ્લાહ અમીરીને ટાંકીને જણાવ્યું હતું કે રવિવારે (21 જાન્યુઆરી) ઉત્તર અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. અધિકારીએ જણાવ્યું કે ક્રેશ થયેલા વિમાનને લઈને કુરાન-વા-મુંજન જિલ્લાના તોપખાના વિસ્તારમાં એક ટીમ મોકલવામાં આવી છે.


જો કે, આ બાબતે MoCA અને DGCAના સૂત્રોએ એબીપી ન્યૂઝને જણાવ્યું હતું કે હજુ સુધી કોઈપણ સુનિશ્ચિત ભારતીય એરલાઇન/ઓપરેટર વિશે કોઈ માહિતી નથી. અમને લાગે છે કે ક્રેશ થયેલું પ્લેન ચાર્ટર પ્લેન છે, જેની તપાસ અફઘાનિસ્તાનથી કરવામાં આવી રહી છે. હજુ સુધી સત્તાવાર સૂત્રોએ આ દુર્ઘટનાને કારણે થયેલા નુકસાન અને તેની ઘટનાના કારણ વિશે કંઈ જણાવ્યું નથી.


ક્રેશ થયેલું વિમાન ભારતીય રજિસ્ટર્ડ  નથી


જોકે, પ્લેન ક્રેશ અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ કરવામાં આવી નથી. તે વિદેશી વિમાન હોઈ શકે છે. જોકે, અફઘાનિસ્તાન મીડિયાએ દાવો કર્યો હતો કે અફઘાનિસ્તાનમાં એક ભારતીય પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આમાં અનેક જાનહાનિ થવાની આશંકા છે. અફઘાનિસ્તાનના સ્થાનિક મીડિયા ટોલો ન્યૂઝે અહેવાલ આપ્યો છે કે વિમાન ઉત્તરી બદખ્શાન પ્રાંતમાં ક્રેશ થયું હતું.MoCA અને DGCA સૂત્રોએ માહિતી આપી હતી કે, ક્રેશ થયેલું પ્લેન ભારતમાં રજીસ્ટર્ડ નથી. એવું લાગે છે કે વિમાન રશિયા રજિસ્ટર્ડ હોય.. કોઈપણ ભારતીય એરલાઈન્સ પાસે રશિયન રજિસ્ટર્ડ એરક્રાફ્ટ નથી.